Surat: કડોદરા GIDCની મિલમાં લાગી ભીષણ આગ, 2 ના મોત, જીવ બચાવવા ઉપરથી કુદી પડ્યા મજૂરો
સુરત કડોદરા GIDCની મિલમાં ભીષણ આગ લાગી છે. જેમાં વિવા પેકેજિંગ મિલમાં આગ લાગતાં બે વ્યક્તિના મોત થયા છે. હાલમાં ફાયરના જવાનો આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે.
સુરતથી (Surat) આગ અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. સુરત કડોદરા GIDCની (Kadodara GIDC) મિલમાં ભીષણ આગ લાગી. GIDCની વિવા પેકેજિંગ મિલમાં આગ લાગતાં એકનું મોત થયું હતું. અંતે બે વ્યક્તિના મોતની અપડેટ આવી છે. આગ લાગતા જ સુરત શહેર અને જિલ્લાની 10થી વધુ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં ફાયરના જવાનો આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે. માહિતી અનુસાર 2 હાઇડ્રોલિક ક્રેન વડે મિલના કામદારોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે ફસાયેલા 125 લોકોને બચાવવામાં આવ્યા છે. આગ લાગતા પોલીસના ઉચ્ચ અધિકારી અને તાલુકા મામલતદાર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.
માહિતી પ્રમાણે GIDC માં આવેલી કંપનીમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે આગ લાગી હતી. ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિવા પેકેજીંગ કંપનીમાં બનાવ બનતા કામદારોએ બચવા માટે ભાગદોડ કરી હતી. તો ઘણા લોકો છત પર જોવા મળ્યા હતા. જ્યાંથી તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જણાવી દઈએ કે ગ્રાઉન્ડ વત્તા 5 માળની બિલ્ડીંગમાં આગ લાગતા કામદારો બિલ્ડીંગની ઉપર ચડી ગયાહતા. પરંતુ ઘટનાસ્થળે જ બે વ્યક્તિના મોત નીપજયાની વાત બહાર આવી છે. આવામાં ફાયરબ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી હતી. બચવા માટે કુદી પડતા કામદારનું મોત થયું હોવાની માહિતી સુત્રો દ્વારા બહાર આવી છે. હાલ પરિસ્થિતિ કાબુમાં છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વિવા પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં આગ લાગતાં ત્યાં કામ કરતાં કેટલાક લોકોએ જીવ બચાવવા ઉપર પાંચમા માળેથી કુદકો માર્યો હતો. કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ લાગવાના કારણો વિશે હજુ જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા બે હાઈડ્રોલિક ક્રેન વડે કામદારોને બચાવવામાં આવ્યા હતાં.
આ બિલ્ડિંગમાં 125થી વધુ લોકો હતાં. આગ લાગ્યા બાદ આ તમામ લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી લીધાં છે. એક વ્યક્તિએ જીવ બચાવવા ઉપરથી નીચે કૂદકો મારતાં તેનું મોત નિપજ્યું હોવાની વાત પણ બહાર આવી હતી. તે ઉપરાંત સુરતના મેયર હેમાલી બોગાવાલાએ કહ્યું હતું કે મને સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ આગની ઘટનાના સમાચાર મળ્યાં હતાં અને તરત ઘટના સ્થળે રવાના થઈ હતી. હાલમાં આગ કાબુમાં છે અને ત્યાં જેટલા લોકો હતાં તે તમામને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: સારંગપુર મંદિર ખાતે CR પાટીલની “રક્તતુલા”, ભાજપ પ્રદેશ પ્રમુખે દિલ્હી અક્ષરધામ અને તાજમહેલ વિશે કહી આ વાત
આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં 28 હજાર ભરતી! ગૃહ રાજ્યપ્રધાને કહ્યું, ‘પારદર્શક હશે ભરતી, ખોટી વાતોથી ન ભરમાય યુવાનો’