ગુજરાત પોલીસમાં 28 હજાર ભરતી! ગૃહ રાજ્યપ્રધાને કહ્યું, ‘પારદર્શક હશે ભરતી, ખોટી વાતોથી ન ભરમાય યુવાનો’

વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ વિભાગની ભરતી સંપૂર્ણ રીતે પારદર્શક હશે. વડોદરાની મુલાકાત દરમિયાન જાહેર મંચ પરથી હર્ષ સંઘવીએ રાજ્યના યુવાનોને વિશ્વાસ અપાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 7:26 AM

ગૃહરાજ્યપ્રધાને વડોદરા (Vadodara) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. શહેરમાં હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ વડોદરાની SHE ટીમની એપનું હર્ષ લોન્ચિંગ કર્યું હતું. અને પોલીસ અધિકારીઓની કામગીરીને બિરદાવી હતી. સાથે જ ધર્માંતરણ કેસમાં શહેર પોલીસ વિભાગની કાર્યવાહીની પણ તેઓએ પ્રશંસા કરી હતી.

કાર્યક્રમમાં પોલીસ વિભાગની ભરતી (Police Recruitment) વિશે પણ મંત્રીએ વાત કરી અને જાણાવ્યું કે ભરતી સંપૂર્ણ રીતે પારદર્શક હશે. વડોદરાની મુલાકાત દરમિયાન જાહેર મંચ પરથી હર્ષ સંઘવીએ રાજ્યના યુવાનોને વિશ્વાસ અપાવ્યો કે પોલીસ વિભાગમાં થનારી ભરતી સંપૂર્ણ પારદર્શી હશે. તેમાં કોઇપણ પ્રકારની ગેરરિતી કે અન્ય ફરિયાદને સ્થાન નહીં રહે છે. સાથે જ તેઓએ દાવો કર્યો કે પોલીસ વિભાગમાં પહેલા પણ પારદર્શી રીતે ભરતી થતી હતી. અને ભવિષ્યમાં પારદર્શક રીતે ભરતી કરાશે. તેમજ યુવાનોને વિશ્વાસ અપાવ્યો કે તમારા મનમાં કોઈ પણ સંકોચ હોય તો અડધી રાત્રે મારી પાસે આવજો. માહિતી અનુસાર આગામી સમયમાં ગુજરાત પોલીસમાં 28 હજાર ભરતી કરવામાં આવશે. ત્યારે ગૃહ રાજ્યપ્રધાને કહ્યું, ‘પારદર્શક હશે ભરતી, ખોટી વાતોથી ન ભરમાય યુવાનો’.

આ સાથે કાર્યક્રમમાં પોલીસ કમિશનરને સૂચન કર્યું હતું.શહેરમાંથી ડ્રગ્સના નેટવર્કનો સફાયો કરવા માટે કડક પગલા ભરવાનો આદેશ કર્યો છે. હર્ષ સંઘવીએ કહ્યું કે ડ્રગ્સ મામલે શહેર પોલીસે વધુ ધ્યાન આપવાની જરૂર છે. અને આ ગુનાને અટકાવવા કડક પોલિસી બનાવવી જોઇએ.

 

આ પણ વાંચો: ‘ગુનેગારો સામે સખત પગલાં, નાગરિકો સાથે સારું વર્તન’: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી

આ પણ વાંચો: Mehsana: ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક, એક જ રાતમાં 6 ફેક્ટરીઓમાં કરી તસ્કરી, જુઓ CCTV દ્રશ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">