Surat : 13 વર્ષની સગીરા પર બળાત્કાર કરનાર ત્રણ યુવકોને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી
આ સમગ્ર ઘનરા ઝૂંપડપટ્ટીમાં જ રહેતા રશીદઅલી ઉર્ફે સમશેર ઉર્ફે જીકકા વાજિદ અલી શેખ જાણી ગયો હતો. રશીદ અલીએ પણ સગીરાને પોતાની રૂમમાં લઇ ગયો હતો અને આખી ઘટના સમાજમાં કહીને બદનામ કરી દેવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો.
ઉધના સંજય નગર ઝુપડપટ્ટી માં 2012માં બે યુવકોએ સગીરાની સાથે બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને અન્ય ત્રીજા એક યુવકે પણ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનામાં કોર્ટે સગીરાની જુબાની માન્ય રાખીને ત્રણેય આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કર્યો છે.
મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢના દિલીપૂર્ણ વતની અને હાલ ઉધના વિસ્તારમાં આવેલ સંજયનગર વિસ્તારમાં રહેતા સદ્દામહુસૈન શોકત અલી શેક અને તેની નજીક રહેતા રાકેશ દેવનારાયણ પોદ્દારે સંજય નગર ઝુંપડપટ્ટીમાં રહેતી એક સગીરાને ખુલ્લી જગ્યામાં લઇ જઈ બંને એ સગીરાની સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો અને સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય પણ આચર્યું હતું.
આ સમગ્ર ઘનરા ઝૂંપડપટ્ટીમાં જ રહેતા રશીદઅલી ઉર્ફે સમશેર ઉર્ફે જીકકા વાજિદ અલી શેખ જાણી ગયો હતો. રશીદ અલીએ પણ સગીરાને પોતાની રૂમમાં લઇ ગયો હતો અને આખી ઘટના સમાજમાં કહીને બદનામ કરી દેવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત રશીદઅલીએ સગીરાને દરરોજ બોલાવીને શરીર સંબંધ રાખવા પણ ધમકાવી હતી. સગીરાને પેટના ભાગે ખુબ જ દુખાવો થતા ડોક્ટર પાસે તપાસ કરાવાઈ હતી અને બાદમાં ઉધના પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
ઉધના પોલીસે સદ્દામહુસૈન, રાકેશ પોદ્દાર અને રશીદઅલીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. આ કેસ કોર્ટમાં ચાલી હતા સરકારી વકીલ અરવિંદ વસોયાએ દલીલો કરી હતી અને આરોપીઓને વધુમાં વધુ સજા કરવા માટે જણાવાયું હતું. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ ત્રણેયને સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય અને બળાત્કારના કેસમાં આરોપી ઠેરવ્યા હતા અને 10 વર્ષની સખ્ત કેદની સજા તેમજ 25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
કોર્ટે પોતાના ચુકાદામાં લખ્યું હતું કે, આરોપીઓએ ભેગા મળીને સગીરાની સાથે સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય અને બળાત્કાર કરીને પોતાના બળનો દુરુપયોગ કરીને ગંભીર ગુનો કર્યો છે. ફરિયાદ પક્ષ દ્વારા રજૂ થયેલા ભોગ બનનારો પુરાવો જ આરોપીઓને કસૂરવાર ઠેરવવા માટે સક્ષમ છે. પુરાવાની જોગવાઈ મુજબ પુરાવાના જથ્થા કરતા પુરાવાની ગુણવત્તા વધુ મહત્વનો ભાગ ભજવે છે. આમ, કોર્ટ દ્વારા એક દાખલારૂપ સજા આપીને બળાત્કારીઓને સબક શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે.
આ પણ વાંચો : Surat : પ્રદુષણ ઘટાડવા સુરત કોર્પોરેશન રોડમેપ બનાવશે, ફરિયાદ માટે વેબસાઈટ પણ લોન્ચ કરશે
આ પણ વાંચો : સુરતમાં રફ હીરાની હરાજી થશે, રશિયાની વિશ્વની ટોચની કંપની અલરોઝાએ દર્શાવી તૈયારી