Junagadh: આવતીકાલથી મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, નાગા બાવાના ધુણા ચેતવા લાગ્યા

બે વર્ષ બાદ મહાશિવરાત્રી મેળો સંપુર્ણ રીતે યોજાવા જઇ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એસ.ટી. નિગમ અને પોલીસ વિભાગ દ્વારા નવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે

Junagadh: આવતીકાલથી મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, નાગા બાવાના ધુણા ચેતવા લાગ્યા
ભવનાથમાં નાગા બાવાનું આગમન શરૂ થઈ ગયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 7:14 PM

જૂનાગઢ (Junagadh) ના ભવનાથમાં યોજાતો મહાશિવરાત્રી (Mahashivaratri) નો મેળો આવતી કાલથી શરૂ થઈ જશે. પાંચ દિવસ ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે. આ મેળા (fair) માં આવતા નાગા બાવાનું ખાસ મહત્ત્વ છે. રાજ્યમાં એકમાત્ર આ મેળા જ તે જોવા મળે છે. ભવનાથમાં તેમનું આગમન શરૂ થઈ ગયું છે અને ધૂણા ચેતવવાનું શરૂ કરી દીધું છે.

બે વર્ષ બાદ મહાશિવરાત્રી મેળો યોજાવા જઇ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એસ.ટી.નિગમ અને પોલીસ વિભાગ દ્વારા નવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે

મહાશિવરાત્રી મેળા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ યાત્રિકો માટે જુનાગઢ એસટી વિભાગ દ્વારા તારીખ 25 થી બસ સ્ટેન્ડ ખાતે ભવનાથ જવા માટે 50 મીની બસ શરૂ કરવામાં આવશે. જેનું ભાડું માત્ર 20 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત આ મેળામાં અન્ય શહેરના લોકો આવી શકે તે માટે રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળીયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા, ભાવનગર, સહિતના અન્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોની જૂનાગઢ વિભાગની 225 મોટી બસ તેમજ રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર વિભાગે 75 બસ મળી કુલ 350 બસ દોડાવવામાં આવશે..

આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?
આ દેશમાં ભારતના 10 રૂપિયા થઈ જાય છે લગભગ 2 હજાર રૂપિયા
સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

નાગા સાધુ અને ધુણાનું મહત્વ

ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં દૂરથી સાધુ સંતો અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો જૂનાગઢ આવી પહોંચે છે અને સતત પાંચ દિવસ સુધી અહીં રહી ધૂણાઓ પ્રજ્વલિંત રાખવામાં આવે છે. માટી અને ઈંટો દ્વારા આ ધુણાઓ બનાવવામાં આવે છે. ધુણામાં સતત અગ્નિ પ્રજ્વલિત રાખી અને અગ્નિદેવની સાક્ષીમાં શિવ આરાધના સતત પાંચ દિવસ સુધી કરતા રહે છે અને આ ધુણાની ભભૂતિ શરીર પર લગાવી અલખની હેલી જગાવે છે. તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓને ભભૂતિ પ્રસાદીરૂપે આપવામાં આવે છે. લોકોનું કલ્યાણ થાય તે માટે સતત સાધુ સંતો પ્રાર્થના કરતા રહે છે. ધુણા એ સાધુ સંતોની ઓળખ છે અને ધુણામાં જ રસોઈ બનાવી અને ભોજન આરોગે છે. શિવરાત્રીનુ સ્નાન પૂર્ણ કરી અને ધુણાનું વિસર્જન કરવામાં આવે છે.

અન્નક્ષેત્રો પણ ધમધમવા લાગ્યા

મેળામાં આવતા ભાવિકોને જમાડવાની સેવા કરવા માટે અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતાં હોય છે. વિવિધ સંસ્થાઓ અને સમાજો દ્વારા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતાં હોય છે. આવતીકાલથી મેળો શરૂ થતો હોય અન્નક્ષેત્રો ધમધમવા લાગ્યાં છે.

મેળામાં 2800 જેટલા પોલીસ જવાનોને બંદોબસ્ત ગોઠવાશે

શિવરાત્રિનાં મેળામાં પોલીસ બંદોબસ્ત મૂકવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. શહેરના જુદા-જુદા માર્ગો પર રાવટી ઊભી કરવામાં આવી છે. મેળાનાં પ્રારંભ સાથે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવશે. મેળામાં ડીવાયએસપી., પીઆઈ, પીએસઆઈ, હોમગાર્ડ, જીઆરડી જવાન મળી અંદાજે 2800 જેટલા પોલીસ કર્મચારીઓ મેળામાં તૈનાત રહેશે.

C.R. પાટીલે ભવનાથ મહાદેવનાં દર્શન કર્યાં

ગુજરાત રાજ્યનાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે ભવનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતા અને મેળાને લઈ ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. પાટીલે ગર્ભગૃહમાં કપૂજા અર્ચના કરી હતી અને સાધુ-સંતો સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભવનાથના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

આ પણ વાંચોઃ વલસાડઃ વાપીમાં બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, ફરી પ્રદુષણ ઝોનમાં આવવાનું જોખમ

આ પણ વાંચોઃ Jamnagar: ખીજડિયા પક્ષી અભ્યારણમાં 1 લાખથી વધુ પક્ષીઓ, પક્ષી ગણતરીમાં 276 પ્રકારની જાતો નોંધાઈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">