આજનું હવામાન : ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરશસે અગનગોળા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં માર્ચ મહિનો પસાર થઈ રહ્યો છે તેમ-તેમ રાજ્યનું તાપમાન પણ વધી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં માર્ચ મહિનો પસાર થઈ રહ્યો છે તેમ-તેમ રાજ્યનું તાપમાન પણ વધી રહ્યું છે. માર્ચ મહિના દરમિયાન જ રાજ્યના ઘણા શહેરોમાં હીટવેવ અને ભીષણ ગરમીનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જો કે છેલ્લા પાંચ દિવસથી ગરમીથી થોડી રાહત મળી હતી. જોકે 22 માર્ચથી ફરી એકવાર ગરમીમાં વધારો થશે. દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે ગરમીમાં વધારો થવાની સંભાવના છે.
ગરમીનો શરૂ થશે નવો રાઉન્ડ !
હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવન આવી રહ્યા છે. જેથી આગામી 2 દિવસ તાપમાનમાં મોટા ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાશે, જે ગરમ રહેશે. તેને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થશે. અમુક પવનો ઉત્તર-પૂર્વના પણ હોઈ શકે છે. જેથી રાજ્યના વિવિધ વિસ્તારોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેનાથી પણ વધુ થઈ શકે છે.
આગામી 24 કલાક હજુ પણ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવવાથી બફારાનો અનુભવ થશે. તેની સાથે-સાથે ધીમે-ધીમે તાપમાનમાં પણ વધારો થતાં ગરમીનો અનુભવ રહેશે.
3થી 4 ડિગ્રીનો થઇ શકે છે વધારો
ભારતીય હવામાન વિભાગ ચાલુ વર્ષે પણ દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ મહત્તમ અને લઘુતમ તાપમાનનો અંદાજ મૂક્યો છે. આ દરમિયાન સંસદની એક સ્થાયી સમિતિએ સૂચન કર્યુ છે કે કેન્દ્ર પોતાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનમાં લૂ જેવી નવી અને ઉભરતી આપત્તિઓને સામેલ કરે.
સરકારી આંકડાઓ અનુસાર 2013થી 10 વર્ષના સમયગાળામાં ભારતમાં વધારે ગરમી અને લૂ લાગવાને કારણે 10,635 લોકોનાં મોત થયા છે. હવામાન વિભાગ મુજબ ભારતમાં 2024નું વર્ષ છેલ્લા 14 વર્ષમાં સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. તેમજ 2025નું વર્ષ પણ સૌથી ગરમ રહેશે તેવી શકયતાઓ છે. માર્ચમાં જ ગરમીનું રેડ એલર્ટ હવામાન વિભાગ આપ્યું હતું