AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

29 સપ્ટેમ્બર એટલે વિશ્વ હૃદય દિવસ, નાની વયે હાર્ટ એટેક આવવાના કિસ્સામાં 20 ટકાનો વધારો

આજે 29 મી સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં વિશ્વ હૃદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. હૃદયરોગ સબંધિત તકલીફો સંદર્ભે જનજાગૃતિ કેળવાય તે હેતુથી આ દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે.

29 સપ્ટેમ્બર એટલે વિશ્વ હૃદય દિવસ, નાની વયે હાર્ટ એટેક આવવાના કિસ્સામાં 20 ટકાનો વધારો
September 29 is World Heart Day, a 20 percent increase in early heart attacks
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 28, 2021 | 6:59 PM
Share

આઇ.સી.યુ.માં જ્યારે આંખ ખૂલી ત્યારે ખબર પડી એ તો હાર્ટ અટેક હતો. હું મારા મિત્રો સાથે ફરવા ગયો હતો. તે દરમિયાન અચાનક એકાએક મારા છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. હ્દય પર દબાણ વધતું હોય તેવો અનુભવ થઇ રહ્યો હતો. સામાન્ય દુખાવા કરતા આ દુખાવો કંઇક અલગ હોય તેવી અનુભૂતિ થઇ રહી હતી. શરીરમાં શું થઇ રહ્યું છે તેનું અનુમાન લગાવવું મારા માટે મુશ્કેલ હતું. જેથી હું વધું ધબરાયો. મારા મિત્રો નજીકની હોસ્પિટલમાં લઇ ગયા. ત્યાં E.C.G.(Electro Cardiogram) કરાવવામાં આવ્યો. જેમાં પરિણામ ગંભીર દેખાતા તબીબોએ સિવિલ મેડિસિટીની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં જવા કહ્યું.

એમબ્યુલન્સમાં બેસીને યુ.એન. મહેતા પહોંચ્યા બાદ પ્રાયમરી તપાસ કરવામાં આવી. બસ આટલું જ મને યાદ છે તેવું અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના 26 વર્ષના યોગેશભાઇ પંચાલ જણાવે છે.

એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટીની સુવિધા ઉપલબ્ધ હોય તેવી કેથલેબમાં તેમને લઇ જવામાં આવ્યા. હ્યદયની તકલીફ થયા બાદ ગોલ્ડન અવર્સ (અટેકના એક કલાકમાં) માં યુ.એન. મહેતા પહોંચી જવાથી ડૉ. જયલ શાહ અને તેમની ટીમ દ્વારા યોગેશની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.જેમાં હ્યદયની ડાબી બાજુની આર્ટરી (Left anterior Decending-LAD)માં થયેલા 100 ટકા બ્લોકેજને દૂર કરી તેને નિયંત્રિત કરવા સ્ટેન્ટ મૂકવામાં આવ્યું.

સર્જરી બાદ સંપૂર્ણપણે સાજા થઇ ગયેલા યોગેશભાઇ પોતાના પ્રતિભાવમાં કહે છે કે, છાતીમાં અસહ્ય દુ:ખાવો થતા હું ગભરાઇ ગયો હતો. મારા મિત્રો જ્યારે યુ.એન. મહેતા લઇ આવ્યા ત્યારે અર્ધજાગૃત અવસ્થામાં આવ્યો.સમગ્ર સારવાર થઇ ગઇ, સ્ટેન્ટ મૂકાઇ ગયુ. ત્યારબાદ આઇ.સી.યુ માં જ્યારે ભાન આવ્યું ત્યારે મને ખબર પડી કે મને હાર્ટ અટેક આવ્યો હતો. !!

યુ.એન.મહેતાના તબીબોએ મને નવજીવન આપ્યું છે. અહીં PM-JAY યોજના અંતર્ગત મારી સમગ્ર સારવાર નિ:શુલ્ક થઇ છે. સમયસર મળેલી સારવારના કારણે મોટું જોખમ ટળ્યું. નાની વયે આવેલા હાર્ટ એટેકથી હું ઘણો ગભરાઈ ગયો હતો. પરંતુ આ હાર્ટ સર્જરીના કારણે હું હવે મારા સ્વાસ્થય પ્રત્યે વધુ જાગૃત થયો છું. હવે દરરોજ 2 કિ.મી. ચાલવા જાઉ છું. જેના કારણે આરોગ્યપ્રદ જીવન જીવી રહ્યો છું.

યોગેશભાઇની સર્જરી કરનારા યુ.એન. મહેતાના કાર્ડિયોલોજી પ્રોફેસર ડૉ.જયલ શાહ જણાવે છે કે, 26 ની વયે હાર્ટએટેક આવે એવું બહુ જૂજ કિસ્સામાં બને. દર્દીને છેલ્લા ઘણા વર્ષોથી વ્યસન હતુ. તેથી તેમને નાની વયે હાર્ટ અટેક આવ્યો હોવાનું અમારૂ અનુમાન છે. સર્જરી બાદ આજે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.અને અગાઉની જેમ જ પૂર્વવત જીવન વ્યતિત કરી રહ્યા છે.

ડૉ.જયલ શાહ ઉમેરે છે કે, એક અભ્યાસ પ્રમાણે 90 ના દશકમાં જોવા મળતા હાર્ટ અટેકના પ્રમાણ કરતા છેલ્લા 10 વર્ષમાં 40 થી ઓછી વયજૂથના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ 20 ટકા જેટલું વધ્યું છે. અગાઉ 50 થી 60ની વયજૂથના લોકોમાં જ હાર્ટ એટેકના કિસ્સા વધુ જોવા મળતા હતા. પરંતુ હાલ 30 થી 40 ની વયજૂથના યુવાનોમાં પણ હાર્ટ અટેકના કિસ્સા જોવા મળી રહ્યા છે.

યુ.એન.મહેતાના કાર્ડિયોલોજીસ્ટ ડૉ.જયલ શાહ યુવાનોમાં હાર્ટ અટેક માટે સ્ટ્રેસ, આલ્કોહોલનું સેવન, ધુમ્રપાન અને ઝડપી જીવનશૈલી જેવા પરિબળો કારણભૂત હોવાનું જણાવે છે.તેમના મતે યુવાનોમાં કામનું ભારણ, સ્ટ્રેસ, કારકિર્દીને લગતી ચિંતા,ખોરાકની અનિયમિતતા, મેદસ્વીપણુ,અપૂરતી ઉંધ પણ હાર્ટ અટેકને નોતરતા હોવાનું અનુમાન છે.

આજે 29 મી સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં વિશ્વ હૃદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. હૃદયરોગ સબંધિત તકલીફો સંદર્ભે જનજાગૃતિ કેળવાય તે હેતુથી આ દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">