ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શાળાઓ શરૂ કરાશે

ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શાળાઓ શરૂ કરાશે

કોરોનાને કારણે બંધ રાખેલી શાળાઓ આગામી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવાની સંભાવના છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહે એવો સંકેત આપ્યો છે કે, પહેલા 9થી 12 સુધીના ધોરણો શરૂ કરવામાં આવશે ત્યાર બાદ અન્ય વર્ગ બાબતે વિચારણા કરાશે. શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચર્ચા કરી છે. આરોગ્ય વિભાગ-શિક્ષણ વિભાગ, શિક્ષણવિદ અને વાલીઓ સાથે જરૂરી વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. શાળાઓ શરૂ કર્યા બાદ વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક દિશા નિર્દેશ કરવામાં આવશે.

 

આ પણ વાંચોઃસામાજીક, ધાર્મિક પ્રસંગોમાં 100 નહી, 200 વ્યક્તિઓને હાજર રહેવા દો, ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati