Somnath મંદિરના શિલ્પ કાર્યનું થ્રી-ડી ટેકનિકથી સ્કેનિંગ કરાશે, વર્ચ્યુઅલ ડોક્યુમેન્ટ તૈયાર થશે

|

Sep 20, 2021 | 2:10 PM

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ય માટે રૂપિયા પાંચ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમજ આ સમગ્ર કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

Somnath મંદિરના શિલ્પ કાર્યનું થ્રી-ડી ટેકનિકથી સ્કેનિંગ કરાશે, વર્ચ્યુઅલ ડોક્યુમેન્ટ તૈયાર થશે
Scanning of Somnath temple sculptures with 3D technique virtual document will be prepared (File Photo)

Follow us on

ગુજરાત(Gujarat) ના પ્રસિદ્ધ સોમનાથ મંદિરના(Somnath Temple) શિલ્પનું થ્રી-ડી ટેકનિકથી(3D Technique)  સ્કેનિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ય માટે રૂપિયા પાંચ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમજ આ સમગ્ર કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

થ્રી-ડી ટેકનિકથી સ્કેનિંગના માધ્યમથી અરબી સમુદ્રના કિનારે સ્થિત 151 ફૂટ લાંબુ સોમનાથ મંદિરની સીડી થી લઇને શિખર સુધી, દિગ્વિજય દ્વાર થી મંદિર પરિસરમાં સ્થિત 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ અને સ્થંભ થી દક્ષિણ ધ્રુવ સુધી દેખાતા સમુદ્રના નજારાને પણ જોઇ શકાશે. તેમજ આ ટેકનિકથી શહીદ સ્મારકને પણ નિહાળી શકાશે.

અત્યારે માત્ર મંદિરના વિડીયો અને સીડી જ ઉપલબ્ધ છે. તેમજ મંદિરના શિલ્પ અને ઇતિહાસને ભારત સહિત સંપૂર્ણ વિશ્વમાં જોઇ શકે તે માટે આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ હવે મંદિરની માહિતી માટે પુસ્તકના સ્થાને વર્ચ્યુઅલ જાણકારી ઉપલબ્ધ થશે. આ રીતનું સ્કેનીંગ થયા બાદ મંદિરનો ખૂણેખૂણો કોમ્પ્યુટર સ્ક્રીન પર નિહાળી શકાશે. અને ભાવિ પેઢીઓ માટે તે બાંધકામનો અધિકૃત રેકર્ડ બની રહેશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

મંદિરમાં હાલ હાઇ રિસોલ્યુશન આધુનિક ટેકનિકની મદદથી બે થ્રીડી સ્કેનરો અને કેમરાના મદદથી સ્કેનિંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ ડેટા સુરક્ષિત રાખવામાં આવશે.

આ ઉપરાંત આ ડેટાનો ઉપયોગ કોઇ આપદા કે અન્ય કારણોસર મંદિરમાં થયેલા નુકશાન બાદ તે સ્થાને પુન: નિર્મિત કરવામાં પણ થઈ શકશે.ઇતિહાસકારોને સંશોધન માટે પણ તે ભવિષ્યમાં ઉપયોગી  નીવડશે. તેમજ આ સચવાયેલી થ્રીડી રેકર્ડના આધારે આવું જ આબેહૂબ બાંધકામ ફરીથી બનાવી શકાશે .

સોમનાથ મહાદેવ મંદિરનું નામ કૈલાસ મહામેરૂ પ્રાસાદ પણ છે. જે પ્રભાશંકર સોમપુરા નામના દેશના પ્રસિદ્ધ શિલ્પીના માર્ગદર્શન હેઠળ 1949 થી 1951 દરમ્યાન બંધાયું છે. સોમનાથ મંદિરની કલાકૃતિ યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. તેની કલા કારીગરી બેનમૂન છે.

આ પણ વાંચો : અમદાવાદમાં જાહેર સ્થળોની મુલાકાત પૂર્વે હવે પાળવો પડશે આ નિયમ

આ પણ વાંચો : Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 50 હજાર થી પણ વધુ ઐતિહાસિક ચલણ નો સંગ્રહ

 

Next Article