અમદાવાદમાં જાહેર સ્થળોની મુલાકાત પૂર્વે હવે પાળવો પડશે આ નિયમ

અમદાવાદમાં AMTS-BRTS, કાંકરિયા તળાવ, કાંકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ અને ગાર્ડનમાં જવા પણ વેક્સિનનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે એ સિવાય પ્રવેશ નહીં મળે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 7:29 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં પ્રવેશ માટે સોમવારથી રસીકરણ સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. જેમાં રસી ન મુકાવી હોય તેવા નાગરિકોને કોઈપણ જાહેર સ્થળોએ પ્રવેશ નહીં મળી શકે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે દિવસ પહેલાં આ નિર્ણય જાહેર કર્યો છે. જેનો અમલ સોમવારથી શરૂ થશે.આ આદેશની સાથે જ AMTS-BRTS, કાંકરિયા તળાવ, કાંકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ અને ગાર્ડનમાં જવા પણ વેક્સિનનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે એ સિવાય પ્રવેશ નહીં મળે. આ જાહેરાતની સાથે જ લોકો વેક્સિન લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ સોમવારથી સર્ટિફિકેટ ચેકિંગ કરતા અનેક મુશ્કેલીઓનો સામનો પણ થઇ શકે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં હજુ પણ યથાવત રહેશે મેઘમહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો : Charanjit Singh Channiને કોંગ્રેસે પંજાબના મુખ્યપ્રધાન બનાવી એક સાથે અનેક નિશાન સાધ્યા, જાણો શા માટે ચન્નીની પસંદગી થઇ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">