પ્રાંતિજ જૂથ અથડામણમાં હત્યાના મુખ્ય આરોપી સહિત વધુ ત્રણની ધરપકડ, અત્યાર સુધીમાં 15 ઝડપાયા

|

Feb 19, 2024 | 8:53 AM

પ્રાંતિજમાં ગત બુધવારે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થવા દરમિયાન એક આધેડનું માથામાં પાઇપના ફટકા મારીને મોત નિપજાવવામાં આવ્યુ હતુ. ઘટનાને લઈ 17 આરોપીઓ અને 30 લોકોના ટોળા સામે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી હતી.

પ્રાંતિજ જૂથ અથડામણમાં હત્યાના મુખ્ય આરોપી સહિત વધુ ત્રણની ધરપકડ, અત્યાર સુધીમાં 15 ઝડપાયા
વધુ ત્રણની ધરપકડ

Follow us on

પ્રાંતિજમાં સર્જાયેલી જૂથ અથડામણ અને હત્યાના મામલે પ્રાંતિજ પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હત્યાના મુખ્ય આરોપી મુનાફ સહિત ત્રણેયને ઝડપી લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 15 આરોપીઓને ઝડપી લીધા છે.

ગત બુધવારે રાત્રે એટલે કે 14 ફેબ્રુઆરીએ પ્રાંતિજ બારકોટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં આધેડ રાજેશ રાઠોડનું મોત નિપજ્યુ હતુ. અથડામણ દરમિયાન રાજેશ રાઠોડના માથાના ભાગે પાઇપ ફટકારીને ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.

વધુ ત્રણ આરોપી ઝડપાયા

હિંમતનગર DySP અતુલ પટેલ અને તેમની ટીમ દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ માટે 17 આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ શરુ કરી હતી. જેમાં પ્રથમ 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. ત્યાર બાદ શનિવારે વધુ 9 આરોપીઓને પોલીસે ઝડપી લઈને જેલના હવાલે કર્યા હતા. ત્યાર બાદ હવે વધુ ત્રણ આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.

Business Women : દહીં વેચતી કંપનીમાંથી દીપિકા પાદુકોણ આ રીતે કમાય છે પૈસા, જાણો
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર કોને બ્લોક કર્યો?
પૂરી થઈ રાહ, 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજાર કરશે આ કામ
કુવૈતમાં મજૂરોને કેટલું દૈનિક વેતન મળે છે? જાણી લો
Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
Canada Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?

હત્યાના મુખ્ય આરોપી મુનાફ ભીખુમીયા કુરેશીની પણ પોલીસે ધરપકડ કરી છે. જેણે પાઈપ વડે રાજેશ રાઠોડ પર ફટકા માર્યા હતા. જ્યારે અન્ય આરોપીઓએ મૃતક રાજેશભાઈને પકડી રાખ્યા હતા. DySP અને તેમની ટીમે હત્યાના આરોપી મુનાફ કુરેશીને ઝડપી લેવા માટે પ્રયાસ શરુ કર્યા હતા. જેમાં તે ઝડપાઈ આવતા પોલીસને મોટી રાહત સર્જાઈ છે. મુનાફ ઉપરાંત મન્નાન ઘોરી અને નિસારમીયાં કુરેશીને પણ ઝડપી લઈને જેલના હવાલે કર્યા છે.

સોમવારે કોર્ટમાં રજૂ કરાશે

ઘટનાના એક બાદ એક 15 આરોપીઓને ઝડપી લીધા બાદ હવે સોમવારે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુખ્ય આરોપીને કોર્ટમાં રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવશે. અગાઉ ઝડપાયેલા 12 આરોપીઓના સોમવારે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. આ દરમિયાન હવે અન્ય ત્રણ આરોપીઓના પણ પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવી શકે છે. રિમાન્ડ દરમિયાન હત્યા અને ઘટનાના પૂર્વ યોજીત કાવતરા સહિતની વિગતો અંગેના પૂરાવાઓ એકત્ર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: IND vs ENG: ટીમ ઈન્ડિયાએ રચ્યો છગ્ગાઓનો વિશ્વ વિક્રમ, રાજકોટમાં અંગ્રેજોની ધુલાઈ

અથડામણની ઘટના બાદ પોલીસનો મોટો કાફલો હાલમાં પ્રાંતિજના સંવેદનશીલ વિસ્તારોમાં ખડકાયેલો છે. વિસ્તારમાં અજંપા ભરી શાંતી હોવાને લઈ પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વિભાગીય પોલીસ વડા સહિતના અધિકારીઓનો કાફલો સતત પ્રાંતિજમાં ખડકાયેલો રહ્યો છે.

ઝડપાયેલ ત્રણ આરોપી

  1. મુનાફમીયા ભીખુમીયા કુરેશી
  2. મન્નાન હારુનરસીદ ઘોરી
  3. નિસારમીયા સીરાજમીયા કુરેશી, તમામ રહે પ્રાંતિજ, જિ. સાબરકાંઠા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:53 am, Mon, 19 February 24

Next Article