AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ભય! હિંમતનગરમાં છ વર્ષના બાળકનું મૃત્યુ, આરોગ્ય તંત્રની બેદરકારી પર સવાલ

સાબરકાંઠાના હિંમતનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી છ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું છે, જેના કારણે દોડધામ મચી છે. અત્યાર સુધીમાં સાત બાળકોની સારવાર કરાઈ હતી, જે પૈકી ત્રણના મોત થયા છે.

Breaking News : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ભય! હિંમતનગરમાં છ વર્ષના બાળકનું મૃત્યુ, આરોગ્ય તંત્રની બેદરકારી પર સવાલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2026 | 8:37 PM
Share

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે ફરી માથું ઉચક્યું છે, જેના કારણે છ વર્ષના એક બાળકનું દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાએ સ્થાનિક આરોગ્ય તંત્રમાં દોડધામ મચાવી દીધી છે અને જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. મૃત્યુ પામેલો બાળક ચાર દિવસ અગાઉ રાજસ્થાનથી સારવાર અર્થે હિંમતનગર આવ્યો હતો.

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા છે. બાળકના મૃત્યુ બાદ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. જોકે, જિલ્લા આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે તેઓ છેલ્લા 12 દિવસથી આ ગંભીર બીમારીની બાબત છુપાવી રહ્યા છે. આટલા લાંબા સમયથી ચાંદીપુરા વાયરસ હિંમતનગરમાં વકરી રહ્યો છે તેમ છતાં આરોગ્ય વિભાગે કોઈપણ પ્રકારના સાવચેતીના પગલાં અંગે સોશિયલ મીડિયા પર કે અન્ય કોઈ માધ્યમથી જાહેર જનતાને જાણ કરી નથી.

સાત જેટલા બાળકોને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો

મહત્વપૂર્ણ છે કે, આ વાયરસના કારણે અગાઉ પંચમહાલ, બનાસકાંઠા અને રાજસ્થાનના દર્દીઓના પણ મૃત્યુ નીપજી ચૂક્યા છે. હાલમાં બે દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ મળીને જોતાં, અત્યાર સુધીમાં સાત જેટલા બાળકોને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર આપવામાં આવી હતી. તે પૈકી ત્રણ બાળકોના મૃત્યુ થયા હોવાની વિગતો સામે આવી રહી છે, જ્યારે એક બાળકને સારવાર બાદ રજા આપવામાં આવી છે અને બે બાળકો હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના દર્દીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જો દર્દીની સ્થિતિ સુધરે તો તેને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવે છે. જોકે, ગત 26 જૂનથી ચાંદીપુરા વાયરસના દર્દીઓ સામે આવી રહ્યા છે, ત્યારથી આરોગ્ય તંત્ર જાણે કે બેદરકારી દાખવી રહ્યું હોય અથવા આ મામલાને છુપાવવાનો પ્રયાસ કરતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

હાલ સારવાર હેઠળના બે બાળકો શંકાસ્પદ લક્ષણો ધરાવે છે. જિલ્લા આરોગ્ય તંત્ર છેલ્લા 12 દિવસથી આ ગંભીર મામલામાં કોઈ એક્શન મોડમાં જોવા મળ્યું નથી. તંત્ર દ્વારા બાળકોને ભેજવાળા વાતાવરણમાં કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગેની કોઈ અપીલ કે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું નથી. આ પ્રકારની બેદરકારીને કારણે જિલ્લા આરોગ્ય તંત્ર હાલ સવાલોના ઘેરામાં આવ્યું છે. જોકે, સિવિલના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ સારવાર હેઠળના બંને બાળકોની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

 નવસારીના પૂર અંગે મુખ્યમંત્રીએ લીધી ઉચ્ચસ્તરીય બેઠક, પાળા નિર્માણ અને રસ્તાઓની ગુણવત્તા પર ભાર

Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">