વાવાઝોડામાં નુક્શાનીનો ગ્રામ્ય કક્ષાએથી સર્વે કરી તાલુકા મથકોને રિપોર્ટ મોકલવામાં આવ્યા, સ્ટેટ તરફથી વિગતો મંગાવવામાં નિરસતા!

|

Jun 29, 2022 | 11:34 PM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં બે વાર ભારે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાની સ્થિતિને લઈ અનેક મકાનોને નુકશાન પહોંચ્યું હતું તો વીજ પોલ પણ ધરાશાયી થયા હતા. હવે નુકશાનને લઈ સર્વેની કામગીરી હાથ ધરાઇ છે.

વાવાઝોડામાં નુક્શાનીનો ગ્રામ્ય કક્ષાએથી સર્વે કરી તાલુકા મથકોને રિપોર્ટ મોકલવામાં આવ્યા, સ્ટેટ તરફથી વિગતો મંગાવવામાં નિરસતા!
ગત સપ્તાહમં બે વાર વાવાઝોડાએ નુકશાન કર્યુ

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Aravalli) જિલ્લામાં છેલ્લા એક સપતાહમાં બે વાર ભારે પવન ફૂંકાયો હતો જેને લઇ શેડ ઉડવા અને વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. વરસાદની સાથે વાવાઝોડાની સ્થિતિ ને લઇ અનેક મકાનો તેમજ પશુપાલકોના તબેલાઓ ના શેડ ઊડી જવા પામ્યા હતા. કેટલાક પરિવારો એ તો રહેવાની પણ સમસ્યા સર્જાઈ છે. આ દરમિયાન પીડિતો એ સરકાર સમક્ષ નુકશાન વળતરની મદદ કરવા ની માંગ કરી છે. જેથી ફરી થી બેઠા થઈ શકાય. વરસાદ સાથે પવન ફૂંકાતા કેટલાક પરિવાર ને તમામ ઘરવખરી પણ પલળી જવા પામી હતી.

જોકે હાલમાં તો તંત્ર દ્વારા વિગતો એકઠી કરવાાં આવી છે. જોકે વાસ્તવિક નુકશાનની સ્થિતી અંગે મદદ એ રાહત આપનારી સાબિત થઈ શકે છે. આ માટે નુકશાનીનો સર્વેતો કરવામાં આવ્યો છે અને તેના અહેવાલ પણ ગ્રામપંચાયતો દ્વારા તાલુકા કક્ષાએ મોકલી આપવામાં આવ્યો છે. પરંતુ હવે તંત્ર તરફથી રાહતના સમાચાર મળે તો ઘણું.

ડિજિટલ ગામમાં પણ નુક્શાન

જોકે હવે આ મામલે જેતે ગ્રામ પંચાયત મારફતે તાલુકા પંચાયતને નુકશાન થયા ના સર્વેનો અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે. તલોદના ગોરા અને હિંમતનગર ના આકોદરા અને નિકોડા વિસ્તારના ગામડાઓ માં નુકશાન સર્જાયું હતું. દેશના પ્રથમ ડિજિટલ વિલેજ આકોદરા ગામની વાત કરવામાં આવે તો દશ જેટલા મકાનોને નુકશાન થયું છે. દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલમાં એક ઘાસચારાના ગોડાઉનનો શેડ ઉડી ગયો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આકોદરા ગ્રામ પંચાયતના નાયબ સરપંચ ચિંતન પટેલે જણાવ્યુ હતુ કે, અમે આ માટે સર્વે કરીને અહેવાલ તાલુકા પંચાયત ને મોકલી આપેલ છે, ગામમાં બે મકાન ને પૂર્ણ નુકશાન અને આઠ મકાન ને નુકશાન થયું છે.. જેમાં ધર્મેશ પટેના ઘરની છત તો ઉડીને છેક ગ્રામ પંચાયત સુધી પહોંચી ગઈ હતી. જેને લઈ પંચાયત આગળના વિજ પોલ પણ જમીનદોસ્ત થઈ ગયો હતો.

અધિકારી શુ કહે છે

આ અંગે સાબરકાંઠા જિલ્લા નાયબ વિકાસ અધિકારી સીડી ભગોરાએ ટીવી9 સાથે વાત કરતા કહ્યુ હતુ કે, “અમે આ અંગે હાલમાં વિગતો મંગાવી છે. રાજ્યમાંથી આ અંગેની વિગતો હજુ મંગાવાઈ નથી. પરંતુ ભારે પવન થી નુકશાન થવાના કિસ્સાઓ અંગેની વિગતો એકઠી કરીને ઓનલાઈન ડેટા અપડેટ કરવામાં આવી રહ્યા છે”

Next Article