સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનુ તોફાની સ્વરુપ, ક્યાંક વૃક્ષ તો ક્યાંક વિજપોલ ધરાશાયી થયા, ઝાડ પડતા બાઈક ચાલકનુ મોત

તોફાની પવન સાથે વરસાદ વરસવાને લઈ અનેક સ્થળો પર ઝાડ અને વિજ પોલ ધરાશાયી થઈ જવાને લઈ રસ્તાઓ બંધ થઈ ગયા અને વિજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો છે.

સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનુ તોફાની સ્વરુપ, ક્યાંક વૃક્ષ તો ક્યાંક વિજપોલ ધરાશાયી થયા, ઝાડ પડતા બાઈક ચાલકનુ મોત
કેટલાક વિસ્તારોમાં રસ્તા બંધ થયા
Follow Us:
| Updated on: Jun 27, 2022 | 12:28 AM

સાબરકાંઠા (Sabarkantha Rain Update) અને અરવલ્લી (Aravalli Rain Update)જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદનુ આગમન તોફાની સ્વરુપે રહ્યુ હતુ. તલોદ, પ્રાંતિજ, હિંમતનગર અને માલપુર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ સાંજે વરસવાને લઈ અનેક સ્થળોએ વીજ પોલ પડી જવાના અને ઝાડ પડવાના બનાવ નોંધાયા હતા. માલપુર નજીક ઝાડ પડવાથી બાઈક ચાલક યુવકનુ મોત નિપજ્યુ હતુ. કેટલાક વિસ્તારમાં ભારે પવનને લઈ શેડ અને પતરા ઉડવાના બનાવો પણ નોંધાયા હતા. હિંમતનગર (Himmatnagar) શહેરના સહકારી જિન વિસ્તારમાં વરસાદને પગલે નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે સૌથી વધુ વરસાદ ધનસુરામાં પોણો ઈંચ નોંધાયો હતો.

બપોર બાદથી વાતાવરણ એકાએક બદલાયુ હતુ સાંજે ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસવો શરુ થયો હતો. ખેડૂતો માટે સારો વરસાદ વરસવાને લઈ રાહત હતી પરંતુ બીજી તરફ વરસાદ તોફાની સ્વરુપે આવતા લોકોના જીવ તાળવે ચોંટવાની સ્થિતી હતી. ખાસ કરીને તબેલા અને કાચા મકાન ધરાવતા લોકોને ભારે પવન દરમિયાન ડર લાગી રહ્યો હતો.

પ્રાંતિજ, તલોદ, માલપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ નુકશાન પહોંચ્યુ છે. તલોદના પુનાદરા અને દોલતાબાદ વિસ્તારમાં પણ ભારે પવન થી નુકશાન થયુ હતુ. તલોદ તાલુકામાં પ્રાંતિજ હરસોલ સ્ટેટ હાઈવે પર આવેલા ગોરા ગામમાં ભારે પવનને લઈ તારાજી સર્જાઈ હતી. ગામમાં કેટલાક તબેલા સહિતના શેડ ઉડ્યા હતા, ઉપરાંત વિજ પોલ પણ ધરાશાયી થઈ જવાને લઈ વિજ પુરવઠો પણ વિસ્તારમાં ખોરવાઈ ગયો હતો.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

હિંમતનગર પંથકમાં પણ નુકશાન

તાલુકાના નિકોડા અને હાથરોલ પંથકમાં પણ ભારે પવન ની અસર જોવા મળી હતી. વિસ્તારમાં અનેક ઝાડ ધરાશાયી થયા હતા. ઉપરાંત વિજ પોલ પણ ધરાશાયી થઈ જવાને લઈ વિજળી પણ ગૂલ થઈ ગઈ હતી. નિકોડા પંથમાં રસ્તા પર જ ઝાડ પડવાને લઈ માર્ગ બંધ થઈ ગયો હતો. જ્યારે પાંચેક વિજ પોલ તૂટી પડવાને લઈ વિજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. આમ અવર જવર પણ બંધ અને વિજળી વિના અંધારપટ છવાયો હતો.

માલપુરમાં બાઈક ચાલક પર ઝાડ પડતા મોત

અરવલ્લી જિલ્લામાં એક દુઃખદ ઘટના વરસાદના આગમન સાથે સર્જાઈ હતી. વરસાદ દરમિયાન ભારે પવન ફૂંકાવાને લઈ અનેક ઝાડ પડ્યા હતા. આવી જ રીતે માલપુરના સુરાતનપુરા નજીક પીપરાણા રોડ પર ઝાડ એક બાઈક ચાલક પર પડ્યુ હતુ. ઝાડના મોટા ડાળા માથામાં વાગવાને લઈ સ્થળ પર જ બાઈક ચાલકનુ મોત નિપજ્યુ હતુ. યુવક સાસરી ઝાલોદર ગામથી ખલીકપુર જઈ રહ્યો હતો, એ દરમિયાન આ ઘટના સર્જાઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">