સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ, ક્યાંક અમીછાંટણા તો ક્યાંક મેઘાની તોફાની બેટિંગ, જુઓ VIDEO

|

Jul 04, 2022 | 9:54 AM

હિંમતનગરમાં (himatnagar) મેઘાની ધમાકેદાર એન્ટ્રી બાદ વડાલી પંથકમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે.વડાલી શહેર (vadali city) અને આસપાસના પંથકમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ, ક્યાંક અમીછાંટણા તો ક્યાંક મેઘાની તોફાની બેટિંગ, જુઓ VIDEO
Rain in sabarkantha

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હિંમતનગરમાં(himatnagar)  મેઘાની ધમાકેદાર એન્ટ્રી બાદ વડાલી પંથકમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વડાલી શહેર (vadali city) અને આસપાસના પંથકમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વડાલીના વડગામડા, થુરાવાસ, થેરાસણામાં ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉતર ગુજરાતમાં બનાસકાંઠા, ડીસા અને આણંદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે.

માર્કેટયાર્ડમાં ફરી વળ્યા વરસાદી પાણી

તો બનાસકાંઠા જિલ્લામાં (Banaskantha) મેઘરાજા સિઝનના પહેલા જ વરસાદમાં મનમૂકીને વરસ્યા.દિયોદર, ડીસા, લાખણી, પાલનપુર, અમીરગઢ સહિતના વિસ્તારો ભારે વરસાદથી પાણી-પાણી થઈ ગયા હતા. ડીસામાં(Deesa) ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર એક ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. તો ડીસામાં વરસાદથી આખોલ ચાર રસ્તા પાસેની 50 દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા.કરિયાણા, ઓટો પાર્ટ્સ, બેટરી અને ઇલેક્ટ્રોનિક દુકાનોમાં (Shops) પાણી ઘૂસતા નુકસાન પહોંચ્યું છે. તો પાલનપુરમાં રસ્તા અને અમીરગઢમાં રેલવે અંડરબ્રિજમાં 3 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બનાસકાંઠાના ભીલડીમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઇ ગયા હતા.સ્કૂલમાં અને માર્કેટયાર્ડમાં પાણી ભરાઇ ગયા હતા.જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.તો કાંકરેજમાં પણ કંઇક આવી જ સ્થિતિ હતી. કાંકરેજમાં અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતા. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

રાજ્યમાં મેહુલિયો વરસાવી રહ્યો છે હેત

સમગ્ર રાજ્યમાં (Gujarat) અષાઢી બિજથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ (heavy rain) વરસી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં મેઘાની જમાવટ જોવા મળી છે.જેમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ,નવસારીમાં બે ઈંચ તો સાબરકાંઠાના વડાલીમાં પોણા બે ઈંચ વરસાદ,તેમજ સુરતના માંડવી અને માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા.તો સાબરકાંઠાના વિજયનગર, મહિસાગરના વીરપુરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો.

Next Article