Sabarkantha: હિંમતનગરમાં હેરિટેઝ માર્ગને લઈ કોર્પોરેટર જ વિરોધમાં ઉતર્યા, મુખ્ય બજારને લઈ વેપારીઓનો રોષ
એક તરફ એક દશકા બાદ હવે વિકાસની ગતિ શરુ થઈ છે. હિંમતનગર શહેરમાં વિકાસના આયોજન શરુ થયા છે. જેમાં શહેરની ચારેબાજુ ઓવર બ્રીજ અને અંડર બ્રીજ નિર્માણ કાર્ય શરુ થયા છે. નવા માર્ગ ડેવલપ શરુ થયા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નગર પાલિકા દ્વારા હેરિટેઝ માર્ગ વિકસાવવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા શહેરના મુખ્ય બજારના માર્ગને હેરિટેઝ માર્ગ તરીકે વિકસાવવા માટે નક્કી કરવામાં આવ્યુ હતુ. ખાસ પ્રકારે પ્લાનિંગ કરીને આ માર્ગ વિકસાવવાનુ નક્કી કરી કામની શરુઆત કરી દેવામાં આવી છે. તો બીજી તરફ સ્થાનિક વેપારીઓમાં વહેંચાયેલા જૂથો દ્વારા હવે પાલિકા સામે જ બાંયો ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક વેપારીઓએ ધરણાં ધરીને પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. તો વળી ખુદ પાલિકાના એક કોર્પોરેટર પણ આ ધરણાં ગોઠવાઈ જઈને વિરોધ નોંધાવતા મામલો ચર્ચાએ ચડ્યો છે.
એક તરફ એક દશકા બાદ હવે વિકાસની ગતિ શરુ થઈ છે. હિંમતનગર શહેરમાં વિકાસના આયોજન શરુ થયા છે. જેમાં શહેરની ચારેબાજુ ઓવર બ્રીજ અને અંડર બ્રીજ નિર્માણ કાર્ય શરુ થયા છે. નવા માર્ગ ડેવલપ શરુ થયા છે. આમ એક સાથે વિકાસ ચોતરફ હાથ ધરાયો હોય એવો માહોલ વર્ષ 2012 બાદ પ્રથમ વાર જોવા મળી રહ્યુ છે. ત્યાં હવે વિકાસ કાર્યોનો જ કેટલાક લોકોએ વિરોધ શરુ કરતા મામલો ચર્ચાએ ચડ્યો છે. ખુદ પાલિકાના જ ભાજપના કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે પણ પાલિકાની વિરોધમાં હાયકારો કરતા વિવાદ સર્જાયો હતો. ભાજપ શાસિત પાલિકા સામે કોર્પોરેટરે વિરોધ કરતા સંગઠન પણ ચોંકી ઉઠ્યુ હતુ.
હેરિટેઝ માર્ગને વિરોધ
જે માર્ગનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એ માર્ગ શહેરના મુખ્ય હાર્દ સમાન વિસ્તાર છે. શહેરનુ મુખ્ય બજાર છે. આ બજારને સુવિધાજનક બનાવવાનુ વર્ષ 2012માં નક્કી કરવામાં આવ્યુ હતુ. પરંતુ આ કાર્ય દશ વર્ષથી થંભી ગયુ હતુ. હવે ફરીથી આ કાર્યને નવા આયોજન સાથે શરુ કરવામાં આવ્યુ છે. વિશેષ પ્રકારના આયોજન કરીને માર્ગને તૈયાર કરવામાં આવી રહ્યો છે. જૂનો રોડ અને જૂનો વિસ્તાર હોવાને લઈ હેરિટેઝ ટચ સાથે આ માર્ગને પાલિકાએ તૈયાર કરવાની શરુઆત કરી છે.
ત્યાં હવે કેટલાક વેપારીઓને માર્ગ જેમ છે એમ જ રહે એવુ ઈચ્છી રહ્યા છે. જ્યાં હાલમાં ઉપર કેબલો અને નિચે ગમે તેમ અવ્યવસ્થા ધરાવતો માર્ગ છે. જેને લઈ સ્થાનિક શહેરી જનો અને જિલ્લા ભરમાંથી આવતા બજારના ગ્રાહકો સુવિધાઓંમાં વધારો થાય એમ ઈચ્છી રહ્યા છે. આ માટે પાલિકાએ ગટર લાઈન, અંડર ગ્રાઉન્ડ કેબલ, હેરિટેઝ લાઈટ, પેવર બ્લોક અને સુંદર ડિઝાઈન કરવાની સાથે સુવિધાજનક બજાર તૈયાર કરવાનુ કાર્ય યુદ્ધના ધોરણે શરુ કર્યુ છે. જેથી દિવાળીની ખરિદી ખુલે એ પહેલા સુંદર બજાર લોકો સમક્ષ હોય અને ગ્રાહકોનો સુવિધાઓ ઉપલ્બ્ધ થઈ શકે.