Sabarkantha : હિંમતનગરના સોની પરિવારના ઘરમાંથી થયેલી 75 લાખની ચોરીનો ભેદ આખરે ઉકેલાયો

|

May 17, 2022 | 8:13 PM

સાબરકાંઠા(Sabarkantha) જિલ્લાની પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તાપસ હાથ ધરી હતી. જેમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તાપસ હાથ ધરી હતી. જોકે ઘરફોડ ચોરી મોટી હોવાથી પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો છે.

Sabarkantha : હિંમતનગરના સોની પરિવારના ઘરમાંથી થયેલી 75 લાખની ચોરીનો ભેદ આખરે ઉકેલાયો
Himatnagar Police Station (File Image)

Follow us on

ગુજરાતના સાબરકાંઠા(Sabarkantha)જિલ્લાના હિંમતનગરના મહેતાપુરા રહેતા સોની પરિવારના ઘરમાં મોટી ચોરી(Theft) થઈ હતી. ત્યાર બાદ સીસીટીવીના આધારે પોલીસે(Police) તાપસ હાથ ધરી હતી. જેમાં 75 લાખની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસની અલગ અલગ ટીમ બનાવીને ગણતરીના દિવસોમાં પોલીસે પિતા અને પુત્રને ઝડપી લઈ સાથે મુદ્દામાલ પોલીસે કબજે લીધા હતા.જેમાં ઘટનાની વિગત મુજબ મહેતાપુરા વિસ્તારમાં રહેતા અને સાગા ભાઈના ઘરમાં મોટી ચોરી થઈ હતી. જોકે પિતરાઈ ભાઈ અને ભત્રીજાએ ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ સામે આવ્યુ હતુ. હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એક મકાનમાં ઘરફોડ ચોરી થઈ હતી.જોકે મનીષકુમાર સોનીએ પરિવાર સાથે ઘરમાં બંધ કરીને લગ્ન પ્રસંગે રાજસ્થાન ગયા હતા.

જેમાં મોડી રાત્રે પિતરાઈ ભાઈ અને ભત્રીજાએ ચોરી કરી હતી. જોકે પિતરાઈ ભાઈના ઘરમાં પિતા અને પુત્રએ ધાબા પર લોખંડની ગ્રીલથી સળિયા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. જેમાં અલગ અલગ રૂમમાં સોના, ચાંદી સહિત રોકડની ચોરી કરી હતી.ત્યાર બાદ તે ધાબા પરથી દોરડા વડે પ્રવેશ કર્યો હતો. તે જ રીતે બહાર નીકળી ગયા હતા. જોકે મનીષકુમાર સોનીએ લગ્ન પ્રસંગેથી પરત આવતા ઘરમાં સરસામાન વિરવિખેર પડ્યો હતો. ત્યારબાદ બી ડિવિઝન પોલીસ મથકે 75 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

જેમાં સાબરકાંઠા જિલ્લાની પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તાપસ હાથ ધરી હતી. જોકે ઘરફોડ ચોરી મોટી હોવાથી પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો છે. જેમાં 523 ગ્રામ સોનુ, 31 કિલો 950 ગ્રામ ચાંદી અને 27,96,000 રોકડની ચોરી કરી હતી. જોકે ચોરી કરીને પોતાના ઘરમાં મુદ્દામાં અલગ અલગ જગ્યાએ મુક્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પિતરાઈ ભાઈ આરોપી માંગીલાલ સોનીએ તેમના ઘરે અલગ અલગ રૂમોમાં સિલિંગનું કામ કરાયું હતું. જે ચોરી કરેલી મુદ્દામાલ પ્લાસ્ટર ઓફ પેરિસમાં ઇલેક્ટ્રિક બલ્બ ભરાવવાના ખાનામાં મુકવામાં આવ્યા હતા. એલસીબી પોલીસે તપાસ કરતા ઘરમાં મુદ્દામાલ મળી આવ્યું હતું. અને પિતા અને પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. સમગ્ર ચોરીનો એલસીબી, એસઓજી અને બી ડિવિઝન પોલીસે ઉકેલાયો હતો.

જો કે હિંમતનગરના મહેતાપુરા પાસે રહેતા એક સપ્તાહ પહેલા ઘરફોડ ચોરીમાં ૭૫ લાખની ફરિયાદ નોંધાઇ છે. જોકે પોલીસે ચોરી મુદ્દામાલ રિકવર કરીને વધુ તપાસ કરવામાં આવી છે. બે આરોપી સહિત અન્ય આરોપી સંડોવાયેલા છે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Published On - 8:12 pm, Tue, 17 May 22

Next Article