Sabarkantha: સાબરકાંઠામાં ‘પુષ્પા’ રાજ થી ખેડૂતો પરેશાન, રાત પડતા જ ખેતરમાંથી ચંદનના ઝાડ ચોરી થઈ જાય છે
સાબરકાંઠા જિલ્લામાં ચંદન (Sandalwood) ચોરી અટકવાનુ નામ જ લેતી નથી. ચંદન ચોરાને જાણે કે મોકળુ મેદાન મળી ગયુ હોય એમ રાત પડતા જ કિંમતી લાકડુ ચોરી થઈ રહ્યુ છે.
પુષ્પા ફિલ્મમાં તેનુ ચંદન (Sandalwood) ચોરીમાં રાજ જોઈને ભલે મનોરંજનનો આનંદ મેળવ્યો હોય અને તે પસંદ પડ્યો હોય. પરંતુ ખેડૂતોએ મહામહેનત કરીને વર્ષોની માવજતે ઉછરેલા ચંદનના વૃક્ષોની પુષ્પા સ્ટાઈલ (Pushpa Style) માં ચોરી વિસ્તારમાં ત્રાસ આપી રહી છે. વર્ષોની મહેનત પળવારમાં જ ચોરી થઈ જાય છે. કિંમતી વૃક્ષોને ઉછેરવા પાછળ હજ્જારો રુપિયાનો ખર્ચ અને સમયનો ભોગ ખેડૂતો આપવો પડે છે. આવી જ રીતે સાબરકાંઠા ના ઈડર (Idar) ના બડોલી વિસ્તારમાં ચંદન ચોરોએ પરેશાન સર્જી દીધી છે.
સાબરકાંઠા જિલ્લામાં કુદરતી ચંદનનુ પ્રમાણમાં મોટું છે. અહી ખેડૂતો પણ મોટા પ્રમાણમાં ચંદનની ખેતી કરી છે. આ ખેતી વર્ષોનો સમય લઈ લેતી હોય છે. ખેડૂતોએ દશ પંદર વર્ષની મહેનત કરી હોય છે અને ત્યાર બાદ ચંદનના કિંમતી વૃક્ષો ઉછરીને તૈયાર થયા હોય છે. ત્યાં જ પળવારમાંતો રાત્રીના અંધકારમાં ઝાડ કાપીને લાખ્ખો રુપિયાનુ નુકશાન ખેડૂતોને તસ્કરો કરી રહ્યા છે.
ઇડર તાલુકાના બડોલી વિસ્તારમાં ફરી એકવાર ચંદન ચોરી નોંધાઈ છે. આ વિસ્તારમાં બે ખેતરોમાં ચંદન ચોર ત્રાટક્યા હતા. જેમાં 28 જેટલા ચંદનના ઝાડને કાપીને તેના કિંમતી લાકડાની ચોરી કરી હતી. અંદાજે 2.60 લાખ રુપિયાના ચંદનના લાકડાની તસ્કરો ચોરી કરી ગયા છે. ઘટનાને લઈને ઈડર પોલીસ મથકમાં આ બાબતની ફરીયાદ નોધવામાં આવી છે અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
બંને ખેતરોમાંથી 115 કિલોગ્રામ જેટલા ચંદનના લાકડાની ચોરી કરવામાં આવી છે. 28 ઝાડને કાપીને તેમાંથી ઝાડના થડમાં રહેલ સુગંધિત સૌથી કિંમતી હિસ્સાના લાકડાને કાપી લેવામાં આવ્યુ હતુ અને માત્ર તે ભરાવદાર ટુકડાઓને જ કાપીને લઈ ગયા હતા. બડોલીના નાથાભાઈ પટેલના ખેતરંથી 115 કિલો જેટલા ચંદનના લાકડાની ચોરી થઈ હતી. જ્યારે અશ્વિન રેવાભાઈ પટેલના ખેતરમાંથી 12 ઝાડ કાપીને 4 ઝાડના થડ કાપીને તસ્કરો લઈ ગયા હતા. આમ બંને જગ્યાએથી અંદાજે 2.60 લાખ રુપિયાની કિંમતના ચંદનના લાકડાની ચોરી થઈ હતી.
ગત સપ્તાહે ફિંચોડમાં ચોરી થઈ હતી
ગત સપ્તાહે ઈડર તાલુકાના ફિંચોડ વિસ્તારમાં પણ ચોરી થઈ હતી. ખેડૂતના ખેતરમાંથી જ તસ્કરો ચંદનની ચોરી કરી ગયા હતા. આ પહેલા પણ બડોલી વિસ્તારમાં ચોરી થઈ હતી. આમ એક બાદ એક ચોરીઓનો સિલસિલો શરુ થઈ ચુક્યો છે. તો બીજી તરફ તસ્કરો પણ હાથ લાગતા નથી. આ પહેલા વસાઈ ગામના ખેડૂતોએ પોલીસ સામે અગાઉ ઉગ્ર રજૂઆતો કરી હતી જેમાં તસ્કરોને ઝડપી લેવા માટે માંગ કરવામાં આવી હતી. જે દરમિયાન પોલીસે તસ્કરોને ખેડૂતોના રોષને થાળે પાડવા ઝડપથી ઝડપી લેવાયા હતા. જે રોષ કુદરતી ચંદના વૃક્ષો સિમમાંથી ચોરી થતા હોવાને લઈ વિસ્તારમાં ફેલાયો હતો. હવે ફરી એકવાર ખેડૂતોમાં ચંદન ચોરીને લઈને રોષ વ્યાપવા લાગ્યો છે.