Himmatnagar: સિમ્સ હોસ્પિટલમાં ઓક્સિજન ખુટતા કોરોના દર્દીઓમાં દોડધામ

Himmatnagar: હિંમતનગરની સિમ્સ હોસ્પિટલમાં ઓક્સિજન ખુટતા કોરોના દર્દીઓને લઈ દોડધામ મચી હતી. હોસ્પિટલમાં ઓક્સિજન ખુટતા ગંભીર સ્થિતિના કોરોના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

  • Tv9 webdesk41
  • Published On - 21:24 PM, 8 Apr 2021
Himmatnagar: સિમ્સ હોસ્પિટલમાં ઓક્સિજન ખુટતા કોરોના દર્દીઓમાં દોડધામ

Himmatnagar: હિંમતનગરની સિમ્સ હોસ્પિટલમાં ઓક્સિજન ખુટતા કોરોના દર્દીઓને લઈ દોડધામ મચી હતી. હોસ્પિટલમાં ઓક્સિજન ખુટતા ગંભીર સ્થિતિના કોરોના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઓક્સિજન ખૂટવાની સ્થિતીને લઈ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગની સ્થાનિક ટીમે દર્દીઓને સુરક્ષિત ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે. આરોગ્ય વિભાગ અને અન્ય હોસ્પિટલોએ મદદ આવી ઓક્સિજન સાથે દર્દીઓને હેરફેર કરાયા હતા.

 

 

મહારાષ્ટ્રમાં 80 ટકા ઑક્સિજન માત્ર મેડિકલ સુવિધા માટે રિઝર્વ
મહારાષ્ટ્ર સરકારની એક બેઠકમાં કોરોના નિયંત્રણ માટે રોગપ્રતિકારક શક્તિ વધારવાના પગલાં, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ, ટેલિમેડિસિન, જાહેર ટ્રાફિક સિસ્ટમનું સંચાલન, વર્ક ફ્રન્ટમાં કામના સમયનું સંચાલન, દુકાનદારો-વેચાણકર્તાઓ માત્ર તેમનું પરીક્ષણ કર્યા બાદ વેચાણ માટે પરવાનગી આપવા જેવા પગલાંઓની ચર્ચા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ મીડિયાને જણાવ્યુ હતું કે રાજ્યમાં ઉપલબ્ધ 80 ટકા ઓક્સિજન તબીબી સુવિધા માટે અનામત રાખવામાં આવ્યો છે.

 

એટલે કે, ઉદ્યોગોમાં વપરાતા ઓક્સિજનને પણ કોરોના નિયંત્રણ અને આરોગ્ય સુવિધાઓના કામમાં મૂકવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે કરાર દ્વારા ખાનગી ડોકટરોની સેવામાં કેવી રીતે પ્રવેશ મેળવી શકાય તેના પર કામ ચાલી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ઑક્સિજનને લઈને કોઈ નવા નિયમો બનાવવામાં આવ્યા નથી.

 

 

રાજ્યમાં સ્થિતિ વકરી હોવાની સરકારની કબુલાત
અમદાવાદ સહીત ગુજરાતમાં કોરોના મહારોગની સ્થિતિ બહુ જ ગંભીર હોવાની વાતનો નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આડકતરી રીતે સ્વીકાર કરતા કહ્યુ કે, રોજ 3000ની આસપાસના કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાના દર્દીઓની સંખ્યાને જોતા, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વધુને વધુ કોવિડ19 માટેના બેડ ઉપલબ્ધ થાય તેવા પગલા રાજ્ય સરકાર લઈ રહી છે. અમદાવાદની મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં બનાવેલ કીડની હોસ્પિટલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત એસવીપી (svp) હોસ્પિટલ, યુ એન મહેતા હોસ્પિટલ, કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે વધુ પથારીની સવલત ઉભી કરાશે.

 

આ પણ વાંચો : સરકારી હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકશન ( remdesivir injection) મળશે તેવી સરકારની જાહેરાતના પગલે કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારજનો, રેમડેસિવીર ઈન્જેક્શન લેવા માટે સરકારી હોસ્પિટલે તો પહોચ્યા પણ અંતે નિરાશ થઈને પરત ફરવુ પડ્યુ