AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2022 : સાબરકાંઠા અને અરવલ્લીમાં વહેલી પરોઢે ચોમાસાનુ આગમન, વડાલીમાં પોણા 2, વિજયનગરમાં 1 ઈંચ વરસાદ

Monsoon 2022 : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વહેલી પરોઢે પવન અને વિજળીના ચમકારા સાથે ચોમાસાનુ આગમન થયુ હતુ. સિઝનનો પ્રથમ વરસાદ વરસવા સાથે જ વાતાવરણમાં રાહત સર્જાઈ હતી.

Monsoon 2022 : સાબરકાંઠા અને અરવલ્લીમાં વહેલી પરોઢે ચોમાસાનુ આગમન, વડાલીમાં પોણા 2, વિજયનગરમાં 1 ઈંચ વરસાદ
વડાલીમાં પોણા બે ઈંચ વરસાદ
| Updated on: Jun 12, 2022 | 9:50 AM
Share

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વરસાદ (Rainfall) વરસ્યો હતો. એકાએક જ ચોમાસા (Monsoon 2022) નુ આગમન વિસ્તારમા થતા ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદ છવાયો હતો. અચાનક જ ધોધમાર વરસાદ વરસાદ વરસવો શરુ થયો હતો. પવન અને થોડાક વિજળીના ચમકારા સાથે વરસાદ વરસવા લાગતા ગરમી ભર્યા માહોલમાં રાહત સર્જાઈ હતી. સાથે જ પશુઓને પણ હવે રાહત સર્જાશે. સાબરકાંઠાના વડાલીમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે વિજયનગરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. અરવલ્લી (Aravalli) ના ભિલોડા, માલપુર અને મોડાસા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

વરસાદની જૂન મહિનાની શરુઆત સાથે જ રાહ જોવી શરુ થઈ ગઈ હતી. કાળઝાળ ગરમી અને પાણીની સમસ્યાને લઈને લોકો વરસાદ વરસવાની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસાની શરુઆત હવે થઈ જતા ખેડૂતો સહિત લોકો ખુશ થઈ ચુક્યા છે. મુંગા પશુઓ અને પંખીઓ માટે પણ સમસ્યા સર્જાઈ હતી અને જેના માટે નદીઓમાં જળાશયના પાણી છોડવામાં આવ્યા હતા.

સાબરકાંઠામાં ક્યા વરસ્યો વરસાદ

જિલ્લામાં વહેલી સવારે ચારેક વાગ્યાના અરસા દરમિયાન વરસાદનુ આગમન થયુ હતુ. જિલ્લાના છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વડાલી તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વિજયનગરમાં એક ઈંચ વરસાદ અને પોશીનામાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઈડરમાં 8 મીમી, ખેડબ્રહ્મામાં 05 મીમી જ્યારે હિંમતનગરમાં 03 મીમી વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ અને તલોદ તાલુકા કોરા રહ્યા હતા.

હિંમતનગરના પૂર્વ પટ્ટાના વિસ્તારના કેટલાક ગામડાઓમાં વરસાદ પંદરથી વીસ મીનીટ સુધી વરસ્યો હતો. હિંમતનગર શહેરના કાંકણોણ અને બેરણા રોડ પરના વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારમાં કેટલીક સોસાયટી વિસ્તારના રસ્તાઓ પર પાણી વહ્યા હતા.

અરવલ્લી જિલ્લામાં ક્યા વરસ્યો વરસાદ

જિલ્લાના મોડાસાના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત ભિલોડા, માલપુર અને મેઘરજ પંથકમાં વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે વીજળીના ચમકારા અને પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે ચોમાસાના આગમનને લઈ સ્થાનિક ખેડૂતોમાં ખુશીઓ વર્તાઈ હતી. મોડાસા તાલુકાના દધાલિયા, જંબુસર, મોતીપુરા, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મેઘરજ તાલુકાના ઈસરી અને રેલ્લાવાડા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભિલોડા તાલુકામાં સુનોખ, લીલછા, વાસેરા કંપા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા રાહત થઈ હતી. ભિલોડામા તાલુકામા અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માલપુરમાં 03 મીમી નોંધાયો હતો.

બાયડ અને ધનસુરા તાલુકા કોરા રહ્યા હતા. ભિલોડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસવાને લઈ ઝાડ ધરાશાયી થયાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">