Sabarkantha: હિંમતનગરની કામધેનુ યુનિવર્સીટી કચ્છ-ભુજ ખસેડવાની હિલચાલથી સ્થાનિકોમાં રોષ, શરુ થયુ આંદોલન
મોડલ પ્રોજેક્ટ તરીકે કામધેનૂ યુનિવર્સીટી (Kamdhenu University) નો પાયો નંખાયો હતો. જેને લઇને હાલમાં પશુપાલન પોલીટેકનીક અને હોસ્પિટલ શરુ કરાઇ છે.
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં આવેલ કામધેનુ યુનિવર્સિટી (Kamdhenu University) અને પશુપાલન પોલીટેકનિક કોલેજને અન્ય સ્થળે ખસેડવાની હીલચાલને પગલે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. સ્થાનિક લોકોએ સ્થાનિક આગેવાનો સામે આંદોલનની શરુઆત કરી દીધી છે. છેલ્લા દશેક વર્ષથી હિંમતનગર અને આસપાસના વિસ્તારનો વિકાસ તો એક તરફ ખાડે ગયા જેવી સ્થિતી છે. તો બીજી તરફ છે વિકાસ સર્જાયો છે એ પણ હવે પગ કરી જવાની હિલચાલ થી લોકોમાં રોષ ભડક્યો છે. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને પશુ આરોગ્ય જેવી સેવાઓ સરળતાથી મળી રહી હતી તે પણ હવે છીનવાઇ જવાની ભીતી સર્જાઇ છે.
હિંમતનગરના રાજપુર ગામે કામધેનુ યુનિવર્સિટીનુ નિર્માણ કરવામા આવ્યુ છે. હાલમા પશુપાલન પોલીટેકનિક કોલેજ તેમજ પશુ આરોગ્ય હોસ્પિટલ ચાલી રહી છે. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મોડેલ ધોરણે યુનિવર્સિટી ઉભી કરવા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ની ઉપસ્થિતિ મા ખાતમુર્હત કરી નિર્માણ કાર્ય શરુ કરાયુ હતુ. પરંતુ હવે કામધેનુ યુનિવર્સિટી ને કચ્છ ભૂજ ખસેડવાની હિલચાલ શરુ થઈ છે.
પશુપાલન સહિતના શિક્ષણ એકમ સ્થપાઇ રહ્યા છે
એક તરફ ૯૯ હેકટર વિસ્તાર જમીનના પુર જોશમા નિર્માણ કાર્ય તબક્કા વાર ચાલી રહ્યુ છે. બીજી તરફ પોલિટેક્નિક અને હોસ્પિટલ શરુ થઈ ચુકી છે અને વધુ સ્ટાફ રાજ્ય સરકારે ફાળવી દીધો છે. સાથે જ અહીં મત્સ્ય ઉછેર અનુસ્નાતક કોલેજનુ નિર્માણ હાલમાં ચાલી રહ્યુ છે. તેમજ આ વિસ્તારના 10 વર્ષની મહેનતે હવે તૈયાર કરાયો છે, ત્યારે હવે સ્થળાંતર કરવાની પેરવી થતા સ્થાનિકોમા રોષ વર્તાઈ રહ્યો છે. આસપાસના અનેક ગામડાઓના પશુ પાલકો ને સીધો ફાયદો મળી રહ્યો છે. હવે યુનિવર્સીટી ખસેડવાની વાત પ્રસરવા લાગી છે. જોકે અહીંની સુવિધાઓ ઘટાડવામાં આવશે કે, પછી તેને સ્થળાંતરીત કરવામાં આવશે તો ખેડુતો-પશુપાલકોનો રોષ સહન કરવાની સ્થિતી સર્જાશે.
જોકે આ માટે સ્થાનિકો દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ઉપરાંત પશુપાલકોને આશિર્વાદ રુપ કામધેનૂ યુનિવર્સીટી સ્થાપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જોકે સ્થાનિક ચુંટાયેલા નેતાઓ દ્વારા કોઇ જ સહકાર નહી અપાયાના કચવાટે હવે આંદોલનનો જન્મ કરાવ્યો છે.