AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: ઈડર, વડાલી અને પોશીનામાં ધોધમાર વરસાદ વરસ્યો, જળાશયોમાં નોંધાઈ આવક

Sabarkantha Rainfall: સાબરકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ નોંઘાયો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની સ્થિતિ જોવા મળી હતી. સાબરકાંઠાના પોશીના, વિજયનગર અને ઈડર સહિતના વિસ્તારોમાં મંગળવાર સવાર સુધી વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા અને ઉત્તર ગુજરાત તેમજ ઉપરવાસમાં વરસાદને પગલે ધરોઈ સહિતના સ્થાનિક ડેમ જળાશયોમાં પણ પાણીની આવક નોંધાઈ હતી.

Sabarkantha: ઈડર, વડાલી અને પોશીનામાં ધોધમાર વરસાદ વરસ્યો, જળાશયોમાં નોંધાઈ આવક
Sabarkantha Rainfall
| Updated on: Sep 19, 2023 | 9:53 AM
Share

ઉત્તર ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદી વાતાવારણ રહ્યુ છે. સાબરાકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ નોંઘાયો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની સ્થિતિ જોવા મળી હતી. સાબરકાંઠાના પોશીના, વિજયનગર અને ઈડર સહિતના વિસ્તારોમાં મંગળવાર સવાર સુધી વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા અને ઉત્તર ગુજરાત તેમજ ઉપરવાસમાં વરસાદને પગલે ધરોઈ સહિતના સ્થાનિક ડેમ જળાશયોમાં પણ પાણીની આવક નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ Dharoi Dam: ઉત્તર ગુજરાતને મોટી રાહત, ધરોઈ ડેમ 620 ફુટે પહોંચ્યો, ઉપરવાસમાં આવકને લઈ 4 દરવાજા ખોલાયા

રવિવારે ધોધમાર વરસાદ વરસવા બાદ સોમવારે પણ દિવસ અને રાત્રી દરમિયાન અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સિંચાઈ અને પીવાના પાણી સહિતની અનેક રાહત આગામી દિવસો માટે થઈ ચુકી છે. ધરોઈ ડેમ છલોછલ થવાની તૈયારીએ પહોંચતા મોટી રાહત સર્જાઈ છે.

ઈડરમાં પોણા ચાર ઈંચ

સારા વરસાદને લઈ ખેડૂતો અને સ્થાનિકો સૌને માટે રાહતની સ્થિતિ છે. છેલ્લા કેટલાય દિવસથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. આ દરમિયાન હવે ધોધમાર વરસાદ વરસતા મોટી રાહત છવાઈ જતા ખેડૂતોના ચહેરા પર રાહત છવાઈ ગઈ છે. ઈડર વિસ્તારમાં મંગળવારે સવારે 6 કલાક સુધી નોંધાયેલ વરસાદ મુજબ અંતિમ ચોવીસ કલાક દરમિયાન પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. પોશીનામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ સોમવારે પણ સારો વરસાદ જિલ્લામાં નોંધાયો હતો.

વડાલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ખેડબ્રહ્મામાં બે ઈંચ કરતા વધારે અને વિજયનગરમાં પણ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ અને તલોદમાં દોઢ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. હિંમતનગરમાં પણ સવા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

  1. ઇડર 91 મીમી
  2. પોશીના 74 મીમી
  3. વડાલી 63 મીમી
  4. ખેડબ્રહ્મા 55 મીમી
  5. વિજયનગર 46 મીમી
  6. પ્રાંતિજ 38 મીમી
  7. તલોદ 37 મીમી
  8. હિમતનગર 32 મીમી

ડેમ જળાશયની સ્થિતિ

વાત્રક ડેમ

1785 ક્યુસેક આવક, હાલ 59.71 ટકા ભરાયેલ

માઝૂમ ડેમ

3150 ક્યુસેક આવક, હાલ 36.72 ટકા ભરાયેલ

ગુહાઈ ડેમ

272 ક્યુસેક આવક, હાલ 51.53 ટકા ભરાયેલ

હાથમતી જળાશય

490 ક્યુસેક આવક, હાલ 47.13 ટકા ભરાયેલ

ધરોઈ ડેમ

28366 ક્યુસેક આવક 28116 ક્યુસેક જાવક વર્તમાન જળસ્થિતિ-92.79 ટકા વર્તમાન જળસપાટી-620 ફુટ

( ડેમ જળાશય- આંકડાકીય વિગતો મંગળવારે સવારે 7.00 કલાક મુજબ)

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">