Gujarat Election 2022: મુછાળો મુરતિયો! આ ઉમેદવારે ચૂંટણી નિશાન કરતા 5 ફુટ લાંબી મૂછે વધારે આકર્ષણ જમાવ્યુ
આ ઉમેદવારના નિશાન કરતા તેમની મૂછોએ જબદસ્ત આકર્ષણ જમાવ્યુ છે. જ્યાં પણ પ્રચારમાં પહોંચે ત્યાં અચુક મુછોને લગતી ચર્ચા બની જાય છે
ચુંટણી પ્રચાર કાર્ય ધમધમી રહ્યુ છે. ચુંટણીના રણમેદાનમાં યુદ્ધની માફક મત મેળવવાની ટક્કર ઉમેદવારોને હંફાવી રહી છે. આ દરમિયાન કેટલાક ઉમેદવારો એવા પણ જોવા મળી રહ્યા છે. જે સૌથી અલગ જ અને નોખા છે. સાબરકાંઠા ની હિંમતનગર વિધાનસભા બેઠક પર એક આવાજ ઉમેદવાર પ્રચાર કરી રહ્યા છે કે જે પોતાના ચુંટણી નિશાન કરતા પોતાની મૂછોથી ઓળખાઈ રહ્યા છે.
પ્રચારમાં જ્યાં જાય ત્યાં મૂછની ચર્ચા
પ્રચારનો ધમધમાટ તેજ બન્યો છે. નેતાઓ ઘરે ઘરે જઈને મત માંગી રહ્યા છે. મત પોતાના નામ પર તો ક્યાંક પોતાના ચૂંટણી નિશાન પર મત માંગવામાં આવી રહ્યા છે. પરંતુ હિંમતનગરમાં એક એક ઉમેદવાર એવા મત માંગી રહ્યા છે કે, તેઓ પોતાના ચુંટણી નિશાનથી નહીં પરંતુ પોતાની મુછોને કારણે ચર્ચામાં છે. આ છે મગનભાઈ સોલંકી કે તેઓએ હિંમતનગર બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેઓ ઘરે ઘરે ફરીને હાલમાં પ્રચાર કરી રહ્યા છે. લોકો પણ તેમને જોઈને આશ્ચર્ય અનુભવે છે. કારણ કે તેમની મુછો ખૂબ જ લાંબી છે. તે જ્યાં પહોંચે ત્યાં તેમની મૂછોને કારણ કે ચર્ચામાં રહી જાય છે. તેમની મૂછોથી આશ્ચર્ય ભલે લોકો અનુભવતા હોય. પરંતુ તેઓ મૂળ ઉદ્દેશ તો પોતાને માટે મત માંગવા પહોંચતા હોય છે અને લોકો પાસે મત માંગવા દરમિયાન મુછોની ચર્ચા પણ અચુક કરી લેતા હોય છે.
મુછોને સંવારવામાં દરરોજ એક કલાક ખર્ચે છે
સૈન્યમાં કેપ્ટન પદે થી નિવૃત્ત થયેલા મગનભાઇ સોલંકી પોતાની મુછો પર ગર્વ ધરાવે છે. મગનભાઇ પોતાની મુછોને લઇને વિસ્તારમાં જાણીતા છે. કારણ કે તેમની મુછો અઢી ફુટ જેટલી લાંબી છે અને લાંબી મુછોને લઇને તેઓ અલગ ઓળખ ધરાવે છે. મગનભાઇ મુછોને સવારવામાં સવારે એક કલાકનો સમય ખર્ચે છે આ માટે સવારે મુછોને શેમ્પુ થી ધોઇને ખાસ પ્રકારના તેલથી માલીશ કરે છે અને માલિશ કર્યા બાદ લાંબી મુછોને ગોળ વાળીને પોતાના બંને ગાલ પર રાખે છે અને આમ તેમનો ચહેરો એક ફૌજીને શોભે તેવો ભરાવદાર દેખાઇ આવે છે.
વન ટુ વનઃ મગનભાઇ સોલંકી એ TV9 સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે મારી મુછોને લઇને આકર્ષણ છે અને મારી મુછો અઢી ફુટ લાંબી છે, મુછો ફૌજમાં હતો ત્યાર થી જ રાખુ છુ અને મને એનો શોખ જાગ્યો હતો ત્યાર થી આજ સુધી મુછ પર કાતર નથી અડકવા દીધી, હું જ્યાં જાઉ છુ ત્યા મારી મુછો અંગે ચર્ચા થાય છે.
સૈન્યમાં મુછોને લઈ ઈનામ મેળવી ચૂક્યા છે
મગનભાઇ આમતો ૧૯ વર્ષ ની ઉમર થી જ પોતાની મુછોની પર સાર સંભાળ લેવાની શરુઆત કરી હતી અને મુછોને ક્યારેય જીવનમાં કાતર ને અડકવા દીધી નથી. અને આમ કરતા કરતા આજે તેમની મુછો અઢી ફુટ જેટલી લાંબી થઇ ચુકી છે. ફૌજમાં હતા ત્યારે મુછોને લઇને ફૌજમાં પણ તેઓ અન્ય જવાનો થી અલગ તરી આવતા હતા અને તેમને ફૌજમાં પણ તેમને મુછોની માવજત કરવા અને તેને સવાંરવાને લઇને ઇનામો પણ મળતા હતા. ત્યા
ર બાદ ૨૮ વર્ષ સેવા આપી હતી અને હવે નિવૃત્ત થઇને પોતાની સિક્યુરીટી સંસ્થા ઉભી કરી છે પણ આ પહેલા તેઓ ખાનગી કંપનીમાં સીક્યુરીટી ઓફીસર તરીકે નોકરી મેળવવા જતા જ તેમની મુછોએ પણ તેમને ખાસ આકર્ષણ ઉભુ કરતા સરળતા થી નોકરી મળી જતી હતી.