હવે રખડતા ઢોરને કારણે નહીં થાય અકસ્માત, આ શહેરના પોલીસે કર્યો નવતર પ્રયોગ

|

Jul 19, 2022 | 9:51 AM

રાત્રી દરમિયાન અકસ્માત ન સર્જાય તે માટે અંબાજી પોલીસે સૌ પ્રથમ વખત રખડતા ઢોરના શિંગડા ઉપર રેડિયમ પટ્ટી લગાવી છે. જેના કારણે વાહનચાલકો રાત્રે અંધારામાં ઉભેલા ઢોરને જોઈ શકશે.

હવે રખડતા ઢોરને કારણે નહીં થાય અકસ્માત, આ શહેરના પોલીસે કર્યો નવતર પ્રયોગ
Ambaji police

Follow us on

અંબાજી પોલીસે (Ambaji police) અક્સ્માત નિવારણ માટે સુરક્ષા સપ્તાહની કામગીરી હાથ ધરી છે. રખડતા ઢોરને (Stray cattle) લઈ રાત્રી દરમિયાન અકસ્માત ન સર્જાય તે માટે અંબાજી પોલીસે સૌ પ્રથમ વખત રખડતા ઢોરના શિંગડા ઉપર રેડિયમ પટ્ટી લગાવી છે. જેના કારણે વાહનચાલકો રાત્રે અંધારામાં ઉભેલા ઢોરને જોઈ શકશે. સાથે અનેક વાહનોમાં (Vehicle) પણ રેડિયમ પટ્ટીના તીકડા લગાડવામાં આવશે. જેને પગલે વાહનચાલકોને રાત્રી દરમિયાન અકસ્માત(Accident)  નહીં સર્જાય. આ ઝુંબેશમાં અંબાજી ગૌ રક્ષા સમિતિના કાર્યકરોની મદદ લેવામાં આવી હતી. ઉપરાંત તેમને આ કામગીરી માટે અધિકારીઓ દ્વારા સુચના અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ.

પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓની સંખ્યામાં 225 ટકાનો વધારો

યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે સતત સુવિધાઓ તેમજ પર્યટકોને આકર્ષે તેવા આકર્ષણોમાં ઉમેરો થયો છે. ખાસ તો પરિક્રમા પથ અને લાઈટ એન્ડ સાઉન્ડ શોને (Light And sound show) પરિણામે પ્રવાસીઓની સંખ્યા વધતા સ્થાનિક રોજગારીમાં વધારો થયો છે. પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓની સંખ્યામાં 225 ટકાનો વધારો થયો છે અને મંદિરની આસપાસના કોમ્પ્લેક્સને વિકસિત કરવામાં આવશે, આગામી બજેટમાં સરકાર તે માટે ફંડ પણ ફાળવશે. સાથે જ મંદિર પરિસરની આસપાસ પણ વિકાસકાર્ય શરૂ કરવામાં આવશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

અંબાજી પોલીસની અનોખી પહેલથી અકસ્માતનો દર ઘટશે

રખડતા ઢોરની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. આ કારણે દરરોજ સરેરાશ ત્રણ લોકોના મોત થાય છે. રખડતા ઢોરના હુમલાને રોકવા માટે અને હુમલાથી થતાં જાનમાલના નુકસાનને ઓછા કરવા માટે કેન્દ્ર સરકારે (Central govt)  ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો હતો. જેમાં કેન્દ્ર સરકારે રખડતા ઢોર અને અન્ય જાનવરોની અલગ- અલગ શ્રેણી બનાવી પશુઓનું વેક્સિનેસન કરાવ્યુ હતુ.પરંતુ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે.સૌથી વધારે વડોદરા અને જામનગરમાં સમસ્યા જોવા મળી રહી છે,ત્યારે અંબાજી પોલીસની આ કામગીરીને લોકો સરાહી રહ્યા છે.

Next Article