Sabarkantha: કણાદરમાં ખેડૂત પરીવાર પર 2 રાઉન્ડ ફાયરીંગ, કૂતરાને ગોળી વાગતા ઈજા! પોલીસે તપાસ શરુ કરી

Sabarkantha: રાત્રીના અરસા દરમિયાન ચાર-પાંચ શખ્શોએ આવીને ઘર પર ફાયરીંગ કર્યુ હતુ, જેમાં એક રાઉન્ડ હવામાં અને બીજો ઘર તરફ કર્યો હતો. પુત્ર પર ફાયરીંગ કરવાનો આક્ષેપ કરાયો.

Sabarkantha: કણાદરમાં ખેડૂત પરીવાર પર 2 રાઉન્ડ ફાયરીંગ, કૂતરાને ગોળી વાગતા ઈજા! પોલીસે તપાસ શરુ કરી
કણાદરમાં ફાયરીંગની ઘટના! (File Photo)
Follow Us:
| Updated on: Apr 16, 2023 | 9:53 AM

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કણાદર ગામે ફાયરીંગ થયાની ઘટનાની પોલીસને જાણકારી મળી છે. પોલીસને જાણકારી મળતા જ ઘટના સ્થળે મોટો કાફલો દોડી ગયો હતો. રાત્રી દરમિયાન બે રાઉન્ડ ફાયર કર્યા હોવાની ચિઠોડા પોલીસને કણાદર ગામના ખેડૂત પરિવારના સુરજી નિનામાએ જાણકારી આપી હતી. ઘટનાને પગલે પોલીસ દ્વારા પોલીસની ટીમો કણાદર ગામે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સવારે હવે પોલીસ દ્વારા હવામાં ફાયરીંગ કરવાના મામલે હવે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવશે.

રાત્રી દરમિયાન પોલીસ દ્વારા અંધારામાં ડુંગરાળ વિસ્તારના ખેતરોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ સમક્ષ સુરજીભાઈએ પોતાના પુત્ર પર હુમલો કરવા માટે ગોળીબાર કર્યો હોવાનો પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો. ઘટનામાં પાળેલા કૂતરાને ગળાના ભાગે ગોળી વાગી હોવાનુ પોલીસને દર્શાવ્યુ હતુ.

પુત્ર પર હુમલો કરવા જતા કૂતરાને ગોળી વાગી

ઘટના અંગે આક્ષેપ કરનારા સુરજીભાઈ નિનામાએ TV9 સાથે વાતચીત કરતા બતાવ્યુ હતુ કે, રાત્રીના અગીયારેક વાગ્યાના અરસા દરમિયાન ચાર-પાંચ શખ્શો ધસી આવ્યા હતા. અંધારામાં ધસી આવેલા શખ્શો પૈકી કોઈએ મારા ઘર પર ગોળીબાર કર્યો હતો. જેમાં એક રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો હતો અને બીજો રાઉન્ડ મારા પુત્ર તરફ કર્યો હતો. જે રાત્રી દરમિયાન પૂજા ધ્યાન કરતો હતો. જોકે સદનસીબે આ ગોળી મારા પુત્રને વાગવાને બદલે કૂતરાને વાગી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પાળેલા કૂતરાને ગોળી વાગતા તેને ગળા ભાગે ઈજા પહોંચી હોવાનુ સુરજીભાઈએ બતાવ્યુ હતુ. તેઓ કૂતરાને બચાવી લેવા માટે સારવાર શરુ કરી છે. આ ઘટના બાદ તેઓએ સ્થાનિક ચિઠોડા પોલીસ તેમજ જિલ્લા પોલીસને જાણ કરી હોવાનુ બતાવ્યુ હતુ. સુરજી ભાઈએ બતાવ્યુ હતુ કે આ અંગે પોલીસે તેમને બતાવ્યુ હતુ કે, એસપીને વાત કરીને આગળની દીશામાં તપાસ શરુ કરીશુ.

આ પણ વાંચોઃ Atique Ahmed Murder: અતીક અહેમદની કેવી રીતે થઈ હત્યા? પોલીસે હત્યારાઓને સુરક્ષા વચ્ચે કેમ આવવા દીધા? જાણો કારણ

અંગત અદાવતમાં ફાયરીંગ

ફાયરીંગનો આક્ષેપ કરનારા સુરજીભાઈએ બતાવ્યુ હતુ કે, અમે ખેતરમા ઘર ધરાવીએ છીએ. જ્યાં નજીકમાં રહેતા પરીવારના જ શખ્શોએ અમારી પર હુમલો કર્યો હોઈ શકે છે. કારણ કે અગાઉ ત્રણેક વર્ષ પહેલા અમારે ઘર્ષણ સર્જાયુ હતુ અને પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. જેનો કેસ ઈડર કોર્ટમાં હાલમાં ચાલુ છે. આમ આવી સ્થિતીને લઈ અમારા પુત્ર પર હુમલો કરવાનો ઈરાદો હોઈ શકે છે. જોકે હવે પોલીસ દ્વારા ફાયરીંગને ઘટનાને વાસ્તવિકતા તપાસવા માટે કાર્યવાહી શરુ કરશે. આ માટે ફોરેન્સીક તપાસ પણ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ Atiq-Ashraf Murder: 17 પોલીસ અધિકારી અને કર્મચારીઓ સસ્પેન્ડ, પ્રયાગરાજમાં ઈન્ટરનેટ બંધ, CM બંગલાની સુરક્ષા વધારી દેવામાં 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">