Sabarkantha: ઈડર પંથકમાં સૂર્યમુખીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ બિયારણની તપાસની માંગ કરી, લાખ્ખોનુ નુકશાન વેઠવાની સ્થિતી

|

Jun 01, 2022 | 9:28 PM

રાજકોટ (Rajkot) ના વેપારીઓએ સ્થાનિક ખેડૂતોને મોટા પ્રમાણમાં બિયારણ પધરાવ્યુ હતુ, વળતરની માંગ સાથે ખેડૂતોએ હવે કલેકટર અને ખેતીવાડી વિભાગને ફરીયાદ કરી

Sabarkantha: ઈડર પંથકમાં સૂર્યમુખીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ બિયારણની તપાસની માંગ કરી, લાખ્ખોનુ નુકશાન વેઠવાની સ્થિતી
Sunflower નુ બિયારણ શંકાસ્પદ હોવાની ફરીયાદ

Follow us on

એક તરફ શંકાસ્પદ બિયારણને લઈને રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા સાબરકાંઠા (Sabarkantha) સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ ખેડૂતો છેતરાઈ જવાની ફરીયાદો ઉઠી રહી છે. જોકે તેમ છતાં નક્કર પગલા ભરાતા નથી. સુર્યમુખી (Sunflower) નુ બિયારણ શંકાસ્પદ નિકળવાને લઈ પાક નિષ્ફળ જવાની ફરીયાદ ઉઠી છે. આ અંગે ખેડૂતોએ સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને ખેતીવાડી વિભાગ (Department of Agriculture) ને પણ જાણ કરી છે અને બિયારણની તપાસ કરવા સાથે ખેડૂતોને થયેલા નુકશાનનુ વળતર માંગવામાં આવ્યુ છે. જોકે આ મામલે હવે ખેતીવાડી વિભાગ દ્વારા નિષ્ણાંતોને બોલાવીને 9મી જૂને સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરશે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ખેડૂતો પરેશાન બન્યા છે ખાસ કરીને સૂર્યમુખીની ખેતી કરનાર ખેડૂતો શંકાસ્પદ કારણે છેલ્લા કેટલાક મહિનાની મહેનત ને નિષ્ફળ જવાથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે સ્થાનિક કલેક્ટર અને જિલ્લા ખેતીવાડી વિભાગની પણ બિયારણની તપાસ કરવા માટે માંગ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા બિયારણનું વેચાણ કરનાર વહેપારીઓ અને તેનું ઉત્પાદન કરનારાઓ સામે તપાસ કરી બિયારણને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી રજૂઆત સાબરકાંઠા કલેકટરને કરવામાં આવી છે.

ઈડરના પૃથ્વીપુરા અને તેની આસપાસના વિસ્તારના ગામડાઓ લાલપુર, ભાણપુર સહિતના વિસ્તારના ખેડૂતોએ આ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક મોટા ભાગના ખેડૂતોને રાજકોટના વેપારીઓએ સૂર્યમુખીના બિયારણનુ વેચાણ કરેલ હતુ. ત્યારબાદ સૂર્યમુખીના પાકનુ વાવેતર કરીને તેની માવજત કરી હતી. પરંતુ લાંબો સમય પાકની માવજત કરવા છતાં પણ સૂર્યમુખી નો પાકનુ યોગ્ય ફ્લાવરીંગ થયુ નહોતુ. આમ પાક નિષ્ફળ નિવડતા ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ખેડૂતોની વેદના

પ્રકાશભાઈ પટેલે કહ્યુ, ખેતરમાં અમે પાકનુ વાવેતર કરેલ હતુ તેની યોગ્ય માવજત છતા પણ પાક પર યોગ્ય ફ્લાવરીંગ નહીં થવાને લઈને નુકશાન વેઠવુ પડ્યુ છે. અમે આ અંગે રજુઆતો પણ કરી છે. બીજા એક ખેડૂત કેતુલ પટેલ અમે રાજકોટના વેપારીઓ પાસેથી બિયારણ ખરીદીને વાવેતર કરેલ હતુ, પરંતુ પાકનુ ઉત્પાદન યોગ્ય રીતે થઈ શક્યુ નથી. જેથી અમે વળતરની માંગ કરી છે. અમારો આખો પાક નિષ્ફળ ગયો છે.

સ્થાનિક ખેડૂતો દ્વારા અંદાજે પોણા 200 હેક્ટર વિસ્તારમાં સૂર્યમુખીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્રણેક માસ મહેનત કરવા છતાં પાકનુ ઉત્પાદન થઈ શક્યું હતું. આમ વિસ્તારના ખેડૂતોને પાકની સ્થિતિ જોઈ ચહેરા નિરાશ બની ગયા હતા. આ મામલે બિયારણનું વેચાણ કરનાર વેપારીઓને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને લઇ ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો. ખેડૂતો દ્વારા વેપારીઓનો સંપર્ક કરવા છતાં પણ કોઈ યોગ્ય પ્રકારે જવાબ નહોતો મળી રહ્યો. આખરે ખેડૂતોએ ચોમાસુ સિઝનની તૈયારી કરવા માટે નિષ્ફળ પાકને પોતાના ખેતરમાંથી રોટરી ચલાવી હટાવી દેવા મજબૂર બનવું પડ્યું હતું. વિસ્તારના ખેડૂતોને લાખ્ખો રુપિાનુ સીધું નુકસાન પહોંચ્યુ છે.

આ પ્રકારે કરાશે કાર્યવાહી

ખેતીવાડી વિભાગે જણાવ્યુ હતુ કે, ખેડૂતોની રજૂઆત એવી છે કે, યોગ્ય પ્રમાણમાં ફ્લાવરીંગ થયેલ નથી. નિયત કરેલી ટીમ દ્વારા આવા કિસ્સામાં ડાયગ્નોસિસ કરવામાં આવે છે. આ અંગ અમે સંશોધન નિયામક દાંતીવાડા કૃષી યુનિવર્સિટીને મોકલી આપેલ છે. અમે 9મી જૂનના રોજ અમે સ્થળ તપાસ માટે ટીમ સાથે પહોંચીશુ. જે તપાસ બાદ આગળ કાર્યવાહી હાથ ધરીશુ. ખેડૂતોએ વળતરની માંગ કરેલ છે, જે તપાસ બાદ આગળ કાર્યવાહી કરાશે. સાબરકાંઠા જિલ્લાના મદદનીશ ખેતીવાડી અધિકારી હિતેશ પટેલે કહ્યુ હતુ, આ અંગે અમે સંશોધન નિયામક દાંતીવાડા કૃષી યુનિવર્સિટીને મોકલી આપેલ છે. અમે 9મી જૂનના રોજ અમે સ્થળ તપાસ માટે ટીમ સાથે પહોંચીશુ. જે તપાસ બાદ આગળ કાર્યવાહી હાથ ધરીશુ.

જોકે આ મામલે ખેડૂતો પણ હવે રાજકોટ વિસ્તારના વેપારીઓ સામે મોરચો માંડવા માટે તૈયાર થયા છે અને તેઓ આગામી દિવસોમાં વળતર માટે વેપારીઓ સામે આંદોલન શરુ કરશે, તેવી પણ ચિમકી ખેડૂતોએ ખેતીવાડી વિભાગને આપી છે. આમ હવે મહેનત પાણીમાં જતા ખેડૂતો રોષે ભરાયા છે.

 

 

 

Next Article