CM ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદમાં ખેતીમાં નુક્શાનને લઈ આપ્યુ મોટુ અપડેટ, કહ્યુ-ગામડે ગામડે થશે સર્વે
હિંમતનગરની મુલાકાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે વાતચિત કરી હતી. CM એ કમોસમી વરસાદને લઈ ખેતીમાં નુક્શાન સર્વેને લઈ મોટું આશ્વાસન આપ્યુ હતુ.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની મુલાકાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના પ્રસારણને સાંભળવા માટે તેઓ હિંમનતગરમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ નજીકમાં આવેલા કાંકણોલ ગામની મુલાકાત તેઓએ લીધી હતી અને જ્યાં ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ દરમિયાન ખેડૂતો સાથે વાતચિત કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા કમોસમી વરસાદને લઈ ખેતીમાં નુક્શાન સર્વેને લઈ મોટું આશ્વાસન આપ્યુ હતુ.
ભૂપેન્દ્ર પટેલે કાંકણોલ ગામે સ્થાનિક ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેઓની સમસ્યાઓને જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો. જેમાં ખેડૂતોએ કમોસમી વરસાદને લઈ થયેલા નુક્શાન અંગેની પોતાની વ્યથા રજૂ કરી હતી. સરકારે પણ આ અંગેનો સર્વે શરુ કર્યો હોવા અંગે વાત કરી હતી.
CM એ કહ્યુ ગામડે ગામડે સર્વે થશે
હાલમાં સર્વેની કામગારી ચાલી રહ્યા છે. જે જે વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, એ વિસ્તારોમાં સરકાર દ્વારા સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. આ માટે થઈને રાજ્ય સરકારે ગામડાઓમાં પણ સર્વે માટે કાર્યવાહી શરુ કરી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ભાઈએ ખેડૂતોને આશ્વાસન આપતા બતાવ્યુ હતુ કે, સરકાર ગામડે ગામડે સર્વે કરાવી રહી છે. આમ આ માટેનો અહેવાલ તાલુકા કે જિલ્લાવાર નહીં પણ ગામડાઓનો મંગાવાશે જેથી ખેડૂતોને થયેલા વાસ્તવિક નુક્શાનના આંકડા સરકારને ધ્યાને આવશે.
મુખ્યપ્રધાને ખેડૂતો સાથે ખુલ્લા મને ચર્ચા કરવાનુ કહ્યુ હતુ અને જેને લઈ ખેડૂતોએ પોતાની સમસ્યાઓ દર્શાવી હતી. જેમાં ખેડૂતોને કમોસમી વરસાદ દરમિયાન થયેલ નુક્શાન ઉપરાંત હાલમાં મળતા ખેત પેદાશોના ભાવો અને અન્ય સમસ્યાઓ બતાવી હતી. ખેડૂતોને ખેતીની જમીનમાં તંત્રની પડતી હાલાકી થી લઈ તમામ વાસ્તવિકતાઓને ટૂંકમાં રજુ કરી હતી. જેને ભૂપેન્દ્રભાઈએ ધ્યાનપૂર્વક સાંભળતા ખેડૂતોને સંતોષ થયો હતો.
હિંમતનગરમાં HUDA ને લઈ આમ કહ્યુ
છેલ્લા કેટલાક સમયથી હવે હિંમતનગરમાં HUDA જલદી શરુ કરવામાં આવે એવી માંગ વર્તાઈ રહી છે. જેને લઈ સરકાર દ્વારા આ દિશામાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે. મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે, સરકાર જલદી આ અંગે નિર્ણયો લેશે. રાજ્ય સરકારનુ કામ વિકાસ કરવાનુ છે. સરકારનુ કામ સુવિધાઓ આપવાનુ છે. લોકોને સમસ્યાઓ દૂર કરવા સાથે વિકાસ અને સુવિધાઓ આપવાનુ કામ રાજ્ય સરકારનુ છે. એ જ કાર્ય ગુજરાત સરકાર કરી રહી છે. આમ હુડાને પણ ખેડૂતોના હિતો અને તેમની સમૃદ્ધીમાં વધારો થાય એ બધા પાસા સાથે આગળ વધવામાં આવશે.
આમ હવે હવે હિંમતનગરમાં જે પ્રમાણે લોકો અને આગેવાનોએ હુડાને લાગુ કરવાની માંગ છેલ્લા કેટલાક વર્ષોથી કરી છે એ ઝડપથી પૂરી થવાની આશા બંધાઈ છે. કાંકણોણ ગામમાં ખેડૂતોની વચ્ચે હવે હુડા ઝડપથી અને વિકાસને ગતિ આપવા સાથે લાગુ કરવાના સંકેતો મુખ્યપ્રધાને આપ્યા હતા.