રાજધાની એક્સપ્રેસના 2 કર્મચારી ગર્લફ્રેન્ડ સાથે મળી સુપરફાસ્ટ ટ્રેનમાં દારુની હેરાફેરી ચલાવતા ઝડપાયા

રાજધાની એક્સપ્રેસમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ દારુની હેરાફેરી કરતા ઝડપાયા છે. હિંમતનગર રેલવે પોલીસે બે યુવકોને તેમની પ્રેમિકાઓ સાથે ઝડપી લઈને દારુની હેરાફેરીની ગુનાનમાં ધરપકડ કરી છે. હિંમતનગર રેલવે પોલીસે બે દિવસ અગાઉ દારુનો બિનવારસી જથ્થો સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઝડપ્યો હતો, જેની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

રાજધાની એક્સપ્રેસના 2 કર્મચારી ગર્લફ્રેન્ડ સાથે મળી સુપરફાસ્ટ ટ્રેનમાં દારુની હેરાફેરી ચલાવતા ઝડપાયા
રાજધાની એક્સપ્રેસના એટેન્ડન્ટ ઝડપાયા
Follow Us:
| Updated on: Dec 20, 2023 | 12:07 PM

થર્ટી ફર્સ્ટ પહેલા ગુજરાત પોલીસ સંપૂર્ણ પણે સતર્ક બનાવી દેવામાં આવ્યુ છે. બુટલેગરો દારુને ઘુસાડવા માટે અવનવા નુસખા અજમાવતા હોય છે. આવી જ રીતે અમદાવાદમાં દારુનો જથ્થો પહોંચાડવા માટે રેલવેનો પણ ઉપયોગ કરતા હોય છે. આ માટે રેલવે પોલીસ દ્વારા સતત ચેકિંગની ધોંસ વધારવામાં આવી છે. ગત 16 ડિસેમ્બરે ગુજરાત રેલવે પોલીસની હિંમતનગર ટીમે દારુનો જથ્થો અસારવા જયપુર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી ઝડપ્યો હતો.

રેલવેના કોચમાં શંકાસ્પદ ચિજ વસ્તુઓનું ચેકિંગ કરવા દરમિયાન રેલવેની સતર્ક પોલીસ ટીમને સેકન્ડ એસી કોચ A1 માં સીટ નંબર 05 નિચેથી શંકાસ્પદ ચિજ જણાઈ હતી. જેની તપાસ કરતા દારુની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈ ગુજરાત પોલીસની હિંમતનગર રેલવે આઉટ પોસ્ટની ટીમે આરોપીઓને શોધવાની શરુઆત કરી હતી. જેમાં પોલીસ કર્મી વિજય દેસાઈ અને વિપિનકુમાર, હિતેન્દ્રસિંહ અને વિકાસ કુમારની અલગ અલગ ટીમો રચીને તપાસ શરુ કરી હતી.

રાજધાની એક્સપ્રેસના એટેન્ડન્ટ ઝડપાયા

હિંમતનગર રેલવે આઉટ પોસ્ટની ટીમ દ્વારા આ મામલાની તપાસ શરુ કરવામાં આવતા એક બાદ એક કડીઓ મળવા લાગી હતી. એક જૂટ થઈને પોલીસ કોન્સ્ટેબલની ટીમોએ બિનવારસી દારુના જથ્થાની હેરાફેરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમાં 2 યુવકો રાજધાની એક્સપ્રેસમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે બંને એટેન્ડન્ટ વિજય દેય અને દેવેન્દ્ર રાજપૂતની ધરપકડ કરીને તપાસ શરુ કરી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આરોપીઓએ બતાવ્યુ હતુ કે, તેઓ ઉદયપુરથી દારુના જથ્થાને લાવ્યા હતા. જે જયપુરથી અસારવા જતી ટ્રેનમાં દારુનો જથ્થો લઈને આવ્યા હતા. આ દરમિયાન અસારવામાં પોલીસનું ચેકિંગ વધારે હોવાની જાણકારી મળી હતી. જેથી દારુનો જથ્થો બંને જણાએ સીટ નિચે સંતાડીને પોતે રેલવે ક્રોસિંગ માટે ઉભી રહેતા આગળના સ્ટેશને ઉતરી ગયા હતા. બાદમાં દારુનો જથ્થો ઉદયપુર અન્ય મારફતે ટ્રેનમાંથી પરત લેવડાવી લેવાની યોજના બનાવી હતી. પરંતુ હિંમતનગર પોલીસની સતર્કતાથી તે ઝડપાઈ ગયો હતો. કારણ કે સ્વાભાવિક દારુનું ચેકિંગ પોલીસ રાજસ્થાનથી આવતી ટ્રેનમાંથી કરતી હોય છે, પરંતુ સંદિગ્ધ ચિજો પર નજર રાખવાના નિયમીત પ્રયાસને લઈ રાજસ્થાન જતી ટ્રેનમાંથી જથ્થો પોલીસની નજરમાં આવી ગયો હતો.

પ્રેમિકાની ધરપકડ

બંને આરોપીઓ પ્રેમિકા સાથે જ અમદાવાદમાં રહે છે. બંને શખ્શો લીવ ઈન રિલેનશશિપમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહેતા હતા. જેમાંથી એક ગુજરાતી યુવતી હતી અને બીજી દિલ્હીની. બંને યુવતીઓ પણ આ હેરાફેરીમાં સામેલ હોવાને લઈ તેમની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. આોપી વિજય દેય મૂળ પશ્ચિમ બંગાળનો છે અને દેવેન્દ્ર રાજપૂત ઉત્તર પ્રદેશના એટા નો છે.

આ પણ વાંચોઃ  થર્ટી ફર્સ્ટ પહેલા ઝડપાઈ દારુની મોટી હેરાફેરી, કેમિકલ ટેન્કરમાં ભરી અમદાવાદ લવાતો જથ્થો ઝડપાયો

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">