સાબરકાંઠાઃ પ્રાંતિજ પંથકમાં પાછોતરા વરસાદ દરમિયાન ફુલાવરના વાવેતરમાં નુકસાન, ફુગની સમસ્યા સર્જાતા વાવણી નિષ્ફળ

|

Sep 18, 2020 | 4:48 PM

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં ફ્લાવર અને કોબીજનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતુ હોય છે, પરંતુ હાલમાં જે રીતે પાછોતરો વરસાદ વરસવા લાગ્યો છે. જેને લઈને શાકભાજી અને ખાસ કરીને ફુલાવર ઉત્પાદીત કરતાં ખેડૂતો માટે જાણે કે આફતનો વરસાદ વરસતો હોય તેવી સ્થિતી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ આસપાસનો વિસ્તાર એટલે ફ્લાવર અને કોબીજના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર […]

સાબરકાંઠાઃ પ્રાંતિજ પંથકમાં પાછોતરા વરસાદ દરમિયાન ફુલાવરના વાવેતરમાં નુકસાન, ફુગની સમસ્યા સર્જાતા વાવણી નિષ્ફળ

Follow us on

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં ફ્લાવર અને કોબીજનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતુ હોય છે, પરંતુ હાલમાં જે રીતે પાછોતરો વરસાદ વરસવા લાગ્યો છે. જેને લઈને શાકભાજી અને ખાસ કરીને ફુલાવર ઉત્પાદીત કરતાં ખેડૂતો માટે જાણે કે આફતનો વરસાદ વરસતો હોય તેવી સ્થિતી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ આસપાસનો વિસ્તાર એટલે ફ્લાવર અને કોબીજના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે. પિલુદ્દા, મામરોલી, પોગલુ, જેસીંગપુરા, કમાલપુર અને અમિનપુર પંથકના સંખ્યા બંધ ગામડાઓમાં ફુલાવરની ખેતી કરવામાં આવે છે. અહી મોંઘાભાવના બિયારણને લઈને ફુલાવરની ખેતી કરવામાં આવે છે. પરંતુ હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, તે ખેડૂતો માટે આફતરુપ છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વિસ્તારમાં ખેડૂતોએ હાલમાં પાછોતરા વરસાદને લઈને પોતાની ખેતીને એક બે વાર કરતા પણ વધુ વખત વાવણી કરવી પડી રહી છે. હાલમાં પાછોતરા વરસાદને લઈને ફુલાવરના પાકમાં ફુગ આવી જતી હોવાને લઈને પાકની વાવણી જ ખેતરમાં સુકાઈ જઈ રહી છે. ખેતરમાં પાકની વાવણી મોંઘાદાટ ખર્ચ બાદ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેને વાવણી બાદ માવજત પણ કરવા પરસેવો વહાવવો પડે છે તો બીજી તરફ ખેડૂતોએ વાવણી માટે તૈયાર કરેલા વાવણીના રોપા પણ ખરાબ થઈ રહ્યા છે. આમ માવજતની મહેનત અને વાવણીનો ખર્ચ બંને હાલના પાછોતરા વરસાદી માહોલને લઈને ગુમાવવાનો વખત આવ્યો છે. પ્રાંતિજ વિસ્તારમાં એક અંદાજ મુજબ 3500 થી 4000 હેક્ટર વિસ્તારમાં ફુલાવરની ખેતી કરવામાં આવે છે અને આ ખેડૂતો ફલાવરની ખેતીને સાહસ જ નહીં પણ સટ્ટાની માફક જ કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પ્રાંતિજના આસપાસના ગામડાઓના વિસ્તારમાં ફુલાવરનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે છે અને આ ખેતીમાં તેઓ ભરપુર ઉત્પાદનને ગુજરાતના અમદવાદ અને સુરત ઉપરાંત મુંબઈ, નાસિક, પુના અને દિલ્હી જેવા શહેરોમાં પણ ફુલાવરની નિકાસ કરે છે અને લાખો રૂપિયાનું વળતર મેળવે છે. પરંતુ હાલમાં જે પ્રમાણે ચોમાસુ છેલ્લા એકાદ સપ્તાહથી જામી ચુક્યુ છે તેને લઈને ખેડૂત વર્ગને આનંદ છે. પરંતુ આ વચ્ચે જ એવા પણ કેટલાક ખેડૂતો છે કે જેમને માટે વરસાદી માહોલ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. જો કે એ વાત અલગ છે કે નુકસાન ભોગવનાર ખેડૂતો પણ વરસાદની આશા એટલી જ સેવી રહ્યા છે જેટલી આશા સૌ કોઈને છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હાલમાં સતત વરસાદી માહોલને લઈને ફુલાવર અને કોબીજની વાવણી કરનાર ખેડૂતોની વાવણીનો પ્રથમ તબક્કો જ ફુગ અને કોહવાડ થવાને લઈને ખેડૂતોને નુકસાન થઈ રહ્યુ છે. આ અંગે સ્થાનિક મામરોલી વિસ્તારના અગ્રણી ખેડૂત ઘનશ્યામભાઈ પટેલ અને સમીરભાઈ પટેલ કહે છે કે વિસ્તારમા અનેક ખેડૂતોએ ફુલાવરની ખેતી કરી છે પણ હાલમાં વરસાદની મૌસમને લઈને સમસ્યા સર્જાઈ છે. રોપામાં ફુગ આવવાને લઇને વાવણી નિષ્ફળ જઈ રહી છે.

Published On - 4:38 pm, Sun, 13 September 20

Next Article