Sabarkantha: ખેડબ્રહ્માથી વિધાનસભા સુધીની ખેડૂતોએ બાઇક રેલી નિકાળી, પોલીસે અધવચ્ચે જ રોકી લીધી

|

Mar 19, 2021 | 7:29 PM

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના ખેડૂતોએ આજે ખેડબ્રહ્મા (Khedbrahma) થી ગાંધીનગર (Gandhinagar) સુધી બાઇક રેલી યોજી ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) તરફ બાઇક રેલીની શરુઆત કરી હતી.

Sabarkantha: ખેડબ્રહ્માથી વિધાનસભા સુધીની ખેડૂતોએ બાઇક રેલી નિકાળી, પોલીસે અધવચ્ચે જ રોકી લીધી
Farmers Bike Rally

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના ખેડૂતોએ આજે ખેડબ્રહ્મા (Khedbrahma) થી ગાંધીનગર (Gandhinagar) સુધી બાઇક રેલી યોજી ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) તરફ બાઇક રેલીની શરુઆત કરી હતી. સાબરકાંઠા પોલીસ (Sabarkantha Police)નો મોટો કાફલો હિંમતનગર ઇડર સ્ટેટ હાઇવે ખડકાઇ ગઇ હતી. અને બાઇક રેલીને ઇડર સ્ટેટ હાઇવે પર જ અટકાવી દેવામા આવી હતી. એક કલાકની સમજાવટ બાદ આખરે ખેડૂતોએ હિંગળાજ ખાતે જ રેલીનુ સમાપન કર્યુ હતુ અને ઇડર ડીવાયએસપી (DYSP Idar) ને આવેદનપત્ર આપ્યું હતુ.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા ખાતે થી વિધાનસભા સુધી ખેડૂત બાઇક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સાબરકાંઠા જીલ્લામાંથી દરેક તાલુકા મથકોએથી બાઇક રેલીમાં ખેડૂતો જોડાયા હતા. ખેડબ્રહ્માથી શરુ કરાયેલી બાઇક રેલીમાં વડાલી અને ઇડરથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોની સમસ્યાઓ અને પડતર પ્રશ્નોને ઉકેલવા માટે થઇને ખેડૂતોએ આજે શહિદ દિવસ નિમિત્તે બાઇક રેલી યોજી હતી. હાલમાં જે પ્રમાણે ખેડૂતોને બટાકાના પાકમાં ભાવોની અસર સર્જાઇ છે તેને લઇને ખેડૂતો આર્થિક રીતે બેહાલ થયા છે. ખેડૂતોએ બટાકાને લઇને સહાયની માંગ કરી છે. આ ઉપરાંત પણ પાક વિમાની રકમ હજુ સુધી ખેડૂતોને મળી નથી.

ચણા, ડાંગર અને ઘઉની ખરીદીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આમ ખેડૂતો માટે દરેક રીતે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇને આ અંગે રજૂઆત કરવા માટે ગાંધીનગર વિધાનસભા સુધી પહોંચવા માટે કૂચ કરી હતી. ખેડૂત આગેવાન, અમૃતભાઇ પટેલએ કહ્યુ હતુ કે, ખેડૂતોના પડતર પ્રશ્નો છે અને જેને લઇને કોઇ ઉકેલ આવતો નથી. સરકાર વાતને સાંભળતી નથી, ખેડૂતોની વાતને મજાકમાં લે છે એટલે અમે વિધાનસભા સુધી પહોંચવા માટે રેલી યોજી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Farmers Rally

હાલમાં વિધાનસભાનુ સત્ર ચાલુ હોવા દરમ્યાન જ બાઇક દ્રારા ખેડૂતોનો કાફલો ગાંધીનગર પહોંચવા માટે કૂચ કરી હતી. જેને લઇ પોલીસ એકશન મોડમાં આવી ગઇ હતી. સાબરકાંઠા પોલીસનો કાફલો ગાંધીનગર જતા માર્ગો પર ઠેર ઠેર ગોઠવી દેવામાં આવી હતી. પોલીસ દ્રારા એલસીબી, એસઓજી ઉપરાંત જીલ્લાના મોટા ભાગના પોલીસ મથકોએ થી પોલીસના કાફલો ખડકવામાં આવ્યો હતો. વિધાનસભા સુધી પહોંચતા ખેડૂતોને અટકાવી દેવા માટે હિંમતનગર ઇડર સ્ટેટ હાઇવે પર પોલીસે વાહનોને અટકાવીને રેલીને અટકાવી દીધી હતી.

Published On - 7:28 pm, Fri, 19 March 21

Next Article