ગુજરાતમાં રસીકરણનો રેકોર્ડ, 17 સપ્ટેમ્બરે એક જ દિવસમાં ઐતિહાસિક 22.15 લાખ લોકોનું રસીકરણ થયું

Record breaking vaccination in Gujarat : આજે સાંજે 7 વાગ્યા સુધીમાં જ 18 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું હતું. રાજ્યના વિવિધ 14 હજારથી વધુ બૂથ પર નાગરિકોને કોરોના રસી આપવામાં આવી હતી.

ગુજરાતમાં રસીકરણનો રેકોર્ડ, 17 સપ્ટેમ્બરે એક જ દિવસમાં ઐતિહાસિક 22.15  લાખ લોકોનું રસીકરણ થયું
Record of vaccination in Gujarat, historic 22.15 lacs people were vaccinated in a single day on September 17
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 10:57 PM

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાનના 17 સપ્ટેમ્બરનો દિવસ અનેક રીતે મહત્વપૂર્ણ રહ્યો છે. આજે 17 સપ્ટેમ્બરના દિવસે વડાપ્રધાન મોદીના જન્મદિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેગા રસીકરણ કેમ્પ કરવામાં આવ્યાં હતા. રાજ્યના વિવિધ 14 હજારથી વધુ બૂથ પર નાગરિકોને કોરોના રસી આપવામાં આવી હતી. જેમાં રાત્રે 10 વાગ્યા સુધીમાં ઐતિહાસિક 22.15  લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

સૌથી વધુ સુરત શહેરમાં બે લાખથી વધુ લોકોનું રસીકરણ રાજ્યમાં આજ યોજાયેલા રસીકરણ અભિયાનમાં સૌથી વધુ સુરત શહેરમાં 2,02,421 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો સુરત જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં 74,700 નાગરીકોએ કોરોના રસી લીધી છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.

રાજ્યમાં આજ યોજાયેલા રસીકરણ અભિયાનમાં સુરત બાદ સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં થયું છે. અમદાવાદ શહેરમાં 1,50,096 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં 81,543 નાગરીકોએ કોરોના રસી લીધી છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

3 જિલ્લાઓમાં 80 હજારથી વધુ લોકોનું રસીકરણ થયું

અમદાવાદ : 81,543 મહેસાણા : 81,084 બનાસકાંઠા : 81,045

6 જિલ્લાઓમાં 70 હજારથી વધુ લોકોનું રસીકરણ થયું

ખેડા : 77,008 દાહોદ : 74,713 સુરત : 74,700 સાબરકાંઠા : 73,016 આણંદ : 72,127 નવસારી : 71,589

3 જિલ્લાઓમાં 60 હજારથી વધુ લોકોનું રસીકરણ થયું વડોદરા શહેર : 61,946 વડોદરા જિલ્લો : 61,040 પંચમહાલ : 60,527 ભાવનગર : 68,935

અન્ય શહેર-જિલ્લાઓમાં થયેલા રસીકરણની વિગત આ ઈમેજમાં જોઇ શકાશે :

 Record of vaccination in Gujarat, historic 22.15 lacs people were vaccinated in a single day on September 17

રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં આજે રાત્રીના 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે આજે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. રાજ્યવ્યાપી આ રસીકરણનો શુભારંભ મુખ્યપ્રધાન ભુપેન્દ્રપટેલે અમદાવાદ ખાતેથી અને આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે સિક્કા, જામનગર ખાતેથી કરાવ્યો હતો. રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોના અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં આજે 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા છે.વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ  માટે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરી આ મેગા ડ્રાઈવને સફળ કરવામાં આવી છે.

આ પણ વાંચો  : પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીનું કાર્યકર્તાઓને સંબોધન,”ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામૂં આપ્યું”, અનેક કાર્યકર્તાઓ થયા ભાવુક

આ પણ વાંચો :  PM Modi ના જન્મદિન નિમિત્તે રાજ્યમાં અનેક યોજનાઓથી આટલા કરોડનો લાભાર્થીઓને મળ્યો લાભ

g clip-path="url(#clip0_868_265)">