પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીનું કાર્યકર્તાઓને સંબોધન,”ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામૂં આપ્યું”, અનેક કાર્યકર્તાઓ થયા ભાવુક
વિજય રૂપાણીએ કહ્યું હતુ કે મારા કાર્યકાળ દરમિયાન રાજકોટને અનેક યોજનાઓનો લાભ મળ્યો અને અનેક વિકાસના કામ રાજકોટ માટે કર્યા છે.
RAJKOT : રાજીનામૂં આપ્યા બાદ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani)એ આજે 17 સપ્ટેમ્બરે રાજકોટના અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે.આજે વિજય રૂપાણીએ પોતાના વિધાનસભાના મત વિસ્તારના કાર્યકર્તાઓ માટે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં વિજય રૂપાણીએ પોતાના રાજીનામા અંગે કહ્યું હતુ કે હાઇકમાન્ડ દ્વારા જ્યારે રાજીનામાનું કહેવામાં આવ્યું ત્યારે ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામૂં આપી દીધું હતું. તેમણે કહ્યું, “હું સીએમ હતો,સીએમ છું અને સીએમ રહીશ.સીએમ એટલે કોમન મેન!” રૂપાણી આ સંબોધન કરી રહ્યા હતા ત્યારે ત્યાં બેસેલા અનેક કાર્યકર્તાઓ ભાવુક બની ગયા હતા અને તેની આંખમાં આસું આવી ગયા હતા.
સરપંચનું રાજીનામૂ લેવું અધરૂ હોય છે આ તો મુખ્યમંત્રીની સીટ હતી વિજય રૂપાણીએ કહ્યું હતું કે સત્તા છોડવી ખૂબ જ અધરી હોય છે.એક સરપંચને પણ જો સત્તા છોડવાનું કહેવામાં આવે તો તેને ન ગમે, જ્યારે આ તો મુખ્યમંત્રીનું પદ હતું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે કોઇપણ વિચાર કર્યા વિના સત્તા છોડી દીધી હતી.આ રાજકોટના કાર્યકર જ કરી શકે.વિજય રૂપાણીએ રાજકોટના સંધર્ષ અને સિનીયર આગેવાનો ચીમનભાઇ શુક્લ,અરવિંદભાઇ રૈયાણી,વજુભાઇ વાળાને યાદ કર્યા હતા.
પૂર્વ CMના સંબોધન સમયે જ કાર્યકર્તાઓની આંખો ભરાઇ વિજય રૂપાણીના આ કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપના મહામંત્રી નરેન્દ્ર ઠાકુર કરતા હતા. તેઓએ જ્યારે વિજય રૂપાણીને સંબોધન માટે આમંત્રણ આપ્યું ત્યારે તે બોલી ન શક્યા અને રડવા લાગ્યા હતા. તેની સાથે અનેક કાર્યકર્તાઓની આંખો ભરાઇ ગઇ હતી જો કે વિજય રૂપાણીએ બધાને હિંમત આપી હતી અને પોતાના સમર્પણ ભાવનાનો ઉલ્લેખ કર્યો હતો.
રાજકોટનો વિકાસ નહિ અટકે : રૂપાણી વિજય રૂપાણીએ કહ્યું હતુ કે મારા કાર્યકાળ દરમિયાન રાજકોટને અનેક યોજનાઓનો લાભ મળ્યો અને અનેક વિકાસના કામ રાજકોટ માટે કર્યા છે.નવી સરકાર પણ આપણી જ સરકાર હોવાનો રૂપાણીએ ઉલ્લેખ કર્યો અને રાજકોટમાં વિકાસના કામો અવિરત ચાલશે તેવું કહ્યું હતું. રાજકોટમાં પાણીની કોઇ સમસ્યા નહિ રહે અને આજી ભરેલો રહેશે તેવો દાવો કર્યો હતો.
આ પણ વાંચો : MODI@71 : વડાપ્રધાન મોદીના જન્મદિવસે બનાસ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફે અંગદાનની પ્રતિજ્ઞા લીધી