રાજકોટ: રેશનિંગનું અનાજ વેચવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસે વાહનચાલકની કરી ધરપકડ

|

Nov 22, 2020 | 7:29 PM

ગરીબોના હકનું અનાજ સગેવગે કરવાના કૌભાંડનો રાજકોટ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાજ ભરેલું એક વાહન ઝડપાયું હતું, જેમાં રેશનિંગના ચોખા ભરેલા હતા. રેશનિંગના ચોખા મુદ્દે તપાસ કરતા વાહનનો ડ્રાઇવર યોગ્ય જવાબ નહોતો આપી શક્યો જેથી પોલીસને કાળાબજારીની ગંધ આવી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ […]

રાજકોટ: રેશનિંગનું અનાજ વેચવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસે વાહનચાલકની કરી ધરપકડ

Follow us on

ગરીબોના હકનું અનાજ સગેવગે કરવાના કૌભાંડનો રાજકોટ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાજ ભરેલું એક વાહન ઝડપાયું હતું, જેમાં રેશનિંગના ચોખા ભરેલા હતા. રેશનિંગના ચોખા મુદ્દે તપાસ કરતા વાહનનો ડ્રાઇવર યોગ્ય જવાબ નહોતો આપી શક્યો જેથી પોલીસને કાળાબજારીની ગંધ આવી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં માલુમ પડ્યું કે જાહિદ વિરાણી નામના સસ્તા અનાજની દુકાનનો પરવાનો ધરાવતા વેપારીએ ચોખાનો જથ્થો ગોંડલ માર્કેટ યાર્ડમાં વેચવા માટે મોકલ્યો હતો. જેથી પોલીસે સરકારી અનાજના કાળા બજાર કરવાના ગુનામાં વાહનચાલક રવિ ધોળકિયાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર છે જેમને શોધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. પોલીસે હાલ 2350 કિલો અનાજની 47 ગુણો જપ્ત કરીને પુરવઠા વિભાગના ગોડાઉનમાં મુકાવી છે, જેની કુલ કિંમત 94 હજાર રૂપિયા થવા જાય છે.

આ પણ વાંચો: અમદાવાદ: શહેરમાં કરફ્યુ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી, જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડયા ફૂડ પેકેટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article