RathYatra 2021 : રથયાત્રાની પૂર્વસંધ્‍યાએ જગન્‍નાથજી મંદિરની મુલાકાત લઇ દર્શન-આરતી કરતાં મુખ્‍યમંત્રી

|

Jul 11, 2021 | 8:12 PM

મુખ્યમંત્રીએ કહ્યું કે આ વખતની રથયાત્રા આપણા માટે થોડી અલગ છે. રાજ્ય સરકારે લોકોની આસ્થા શ્રદ્ઘા ધ્યાને રાખીને કોવિડની પરિસ્થિતીના પગલે કોવિડ સંક્રમણ નિયંત્રણ ના પ્રોટોકોલ અને ગાઈડલાઈન પ્રમાણે આ રથયાત્રા નિયંત્રિત રીતે યોજવા મંજૂરી આપી છે ત્યારે લોકો પણ સહયોગ આપે તે જરૂરી છે.

RathYatra 2021 : રથયાત્રાની પૂર્વસંધ્‍યાએ જગન્‍નાથજી મંદિરની મુલાકાત લઇ દર્શન-આરતી કરતાં મુખ્‍યમંત્રી
Gujarat CM Vijay Rupani Perform Lord Jagganathji Puja On Eve Of Rathyatra

Follow us on

ગુજરાતના સીએમ રૂપાણી (CM Rupani)  અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે ૧૪૪મી જગન્નાથ રથ યાત્રા( RathYatra) ની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભકિત ભાવ પૂર્વક આરતી અને દર્શન અર્ચન કર્યા હતા. તેમણે મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને યાત્રા ની વિગતો મેળવી હતી.

સીએમ રૂપાણી(CM Rupani)એ એ આ અવસરે જણાવ્યું કે, રથયાત્રા એ ધાર્મિકની સાથે સાથે લોકોત્સવ પણ છે. માત્ર અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર રાજ્ય માટે રથયાત્રા અનેરું મહત્વ ધરાવે છે. ભગવાન જગન્નાથ લોકોનાં દેવ છે અને લોકોને સામે ચાલીને મળવા, દર્શન આપવા અષાઢી બીજે રથમાં બિરાજીને નગર યાત્રાએ નીકળે છે એ આપણી પરંપરા રહી છે. લોકો પણ આ યાત્રામાં સાથે મળીને ભક્તિભાવ પૂર્વક જોડાય છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ વખતની રથયાત્રા આપણા માટે થોડી અલગ છે. રાજ્ય સરકારે લોકોની આસ્થા શ્રદ્ઘા ધ્યાને રાખીને કોવિડની પરિસ્થિતીના પગલે કોવિડ સંક્રમણ નિયંત્રણ ના પ્રોટોકોલ અને ગાઈડલાઈન પ્રમાણે આ રથયાત્રા નિયંત્રિત રીતે યોજવા મંજૂરી આપી છે ત્યારે લોકો પણ સહયોગ આપે તે જરૂરી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નગરજનો ઘરે બેઠા દર્શન કરે તે સમયની માંગ છે. આ માટે રથયાત્રા ના લાઈવ ટેલિકાસ્ટ ની વ્યવસ્થાઓ પણ કરવા માં આવી છે તેનો સૌ લાભ લઈ ઘરે બેઠા જ યાત્રા નિહાળે અને ભગવાન ના દર્શન કરે તેવી અપીલ તેમણે કરી હતી.તેમણે એમ પણ જણાવ્યું કે સૌ સમાજ વર્ગોના સુખ સમૃદ્ધિ અને વિકાસ થી ગુજરાત અડીખમ રહે વિકાસ માં સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે.

મુખ્યમંત્રી એ ભગવાન જગન્નાથની કૃપા થી સૌ સ્વસ્થ રહે કોરોના મહામારી માંથી ગુજરાત ત્વરાએ મુક્ત થાય તેવી પ્રાર્થના કરી છે ઉમેર્યું હતું.આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મેયર કીરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ હિતેષ બારોટ, શહેર ભા.જ.પના પ્રમુખ અમીતભાઈ શાહ, અમદાવાદના ધારાસભ્યો અને મહાપાલિકાના પદાધિકારીઓ પણ જોડાયા હતા

આ પણ વાંચો : Ahmedabadના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી, શહેરીજનોને મળી ગરમીમાંથી થોડી રાહત

આ પણ વાંચો :  Dang: ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો, ગુજરાતમાં ત્રીજી લહેર માટે સાપુતારા જવાબદાર રહેશે?

Published On - 7:57 pm, Sun, 11 July 21

Next Article