રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરીદેવ સિંહે રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ વિશેના નિવેદનને વખોડ્યુ છે. કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યુ કે રાહુલ ગાંધી દેશનો ઈતિહાસ નથી જાણતા. રાજવી પરિવાર ક્યારેય પ્રજાને નુકસાન થાય તેવુ કંઈ ન કરતા અને અઢારેય વરણને સાથે રાખીને નીકળતા. વધુમાં તેમણે જણાવ્યુ કે જો રાહુલ ગાંધીએ ચૂંટણીને ધ્યાને રાખી આવુ નિવેદન કર્યુ હશે તો ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર રાહુલ ગાંધીની એ ટિપ્પણીનુ ક્યારેય સમર્થન નહીં કરે.
રાહુલ ગાંધીનું એક નિવેદનનો વીડિયો વાયરલ થયો છે જેમા તે એવુ કહેતા સંભળાય છે કે આ દેશના રાજા મહારાજાઓ જે ઈચ્છતા તે કરતા. રાજામહારાજાઓને કોઈની જમીન જોઈતી હોય તો તેઓ લઈ લેતા હતા. જો કે આ મુદ્દે ક્ષત્રિય સમાજમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. સમાજના કેટલાક લોકો એવુ કહી રહ્યા છે કે રાહુલ ગાંધીનું નિવેદન એડિટ કરીને રજૂ કરાયુ છે જ્યારે ક્ષત્રિય સમાજના જ પી.ટી. ઝાલાએ રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યુ છે. તેમજ ભાવનગરના રાજવીએ પણ રાહુલના નિવેદન મુદ્દે આકરા પ્રહાર કર્યા છે.
આ પણ વાંચો: ADR ના રિપોર્ટમાં ખૂલાસો, ગુજરાત ભાજપના 24 ઉમેદવારો કરોડપતિ, 4 ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ- Video
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:23 pm, Mon, 29 April 24