શું શેરબજારના કડાકા થવા પાછળ Black Magic જવાબદાર ? રાજકોટના શેરબ્રોકરના મેસેજે ખળભળાટ મચાવ્યો
રાજકોટના(Rajkot) શેર બ્રોકર મીનીષ પટેલ ટેલિગ્રામમાં પોતાની શેર બજારની ટિપ્સ અંગેની ચેનલ ચલાવે છે.ગત 12 મે ના રોજ આ જ ટેલિગ્રામની ચેનલ પર મીનીષ પટેલે મેસેજ મૂક્યો હતો કે શેર બજારમાં કડાકાં પાછળ અમે જવાબદાર છીએ.અમે 8.50 કરોડના ખર્ચે કાળા જાદુ કરાવ્યું છે અને આ જાદુને કારણે બજાર સતત ગગડી રહ્યું છે.
દેશના સૌથી મોટો આઇપીઓ એલઆઇસી(LIC IPO) ખુલ્લો મુકાયો છે જો કે પ્રથમ દિવસથી આ આઇપીઓમાં રોકાણકારોના રૂપિયા ફસાયા છે.છેલ્લા ઘણાં દિવસથી શેરબજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે.રોકાણકારોના રૂપિયા ઘોવાઇ રહ્યા છે જો કે આ બધાની વચ્ચે રાજકોટના(Rajkot) એક શેર બ્રોકરનો ટેલિગ્રામના પેઇજ પર વાયરલ થયેલા મેસેજે ખળભળાટ મચાવ્યો છે.12 મે ના રોજ વાયરલ થયેલા આ મેસેજમાં શેર બ્રોકરે લખ્યું હતું કે શેરબજારની અસ્થિરતા થવા પાછળ કાળા જાદુ (Black Magic) જવાબદાર છે અને તેને આ કરવા માટે 8.50 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
બ્લેક મેજીક ખર્ચાળ છે પરંતુ સચોટ પરિણામ આપે છે-શેર બ્રોકર
રાજકોટના શેર બ્રોકર મીનીષ પટેલ ટેલિગ્રામમાં પોતાની શેર બજારની ટિપ્સ અંગેની ચેનલ ચલાવે છે.ગત 12 મે ના રોજ આ જ ટેલિગ્રામની ચેનલ પર મીનીષ પટેલે મેસેજ મૂક્યો હતો કે શેર બજારમાં કડાકાં પાછળ અમે જવાબદાર છીએ.અમે 8.50 કરોડના ખર્ચે કાળા જાદુ કરાવ્યું છે અને આ જાદુને કારણે બજાર સતત ગગડી રહ્યું છે.તેમણે એવું પણ ઉમેર્યું હતું કે કાળા જાદુ ખર્ચાળ હોય છે પરંતુ તેનું પરિણામ સચોટ હોય છે.મીનીષ પટેલે કાળા જાદુના દાવા કર્યા બાદ છ દિવસમાં બજાર સતત તૂટતું ગયું હતુ અને રોકાણકારોના 235 અબજ રૂપિયાનું ધોવાણ થયું હતું.
સેબીએ પણ તપાસ શરૂ કરી
શેરબ્રોકરના આ મેસેજથી દેશભરમાં શેરબજાર સાથે સંકળાયેલા લોકોમાં એક ખળભળાટ મચી ગયો હતો.માત્ર આ શેરબ્રોકરની ચેનલમાં 12 લાખથી વધારે લોકો જોડાયેલા હોવાથી એ મેસેજ વાયુ વેગે ફરી રહ્યો હતો જેના કારણે સેબીએ પણ આ અંગે ખાનગી રાહે તપાસ શરૂ કરી છે.જો કે આ વાત સીધી રીતે માનવા યોગ્ય નથી પરંતુ માર્કેટની મુવમેન્ટને જોતા સેબીએ પણ ખાનગી તપાસ હાથ ધરી છે.
આ માત્ર એક મજાક હતી-મિતુલ વોરા
આ અંગે મીનીષ પટેલના સહયોગી મિતુલ વોરાએ ટીવીનાઇન સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે 12 મે ના દિવસે જ્યારે આ મેસેજ મુકવામાં આવ્યો હતો ત્યારે પણ તેમાં હળવી રમૂજ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ અંગે વધુમાં કહ્યું હતું કે અમે છેલ્લા 25 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે જેથી બજારની મુવમેન્ટ જોતા જ તેની અસર વિશે જાણી શકીએ છીએ.આ ટિપ્સ માટે અલગ અલગ વિસ્તારોમાંથી અમારી પાસે માહિતી આપતા હોય છીએ.અમારી સચોટ ટિપ્સને કારણે લોકો અમને એવું કહેતા હોય છે કે તમે કંઇક કાળા ઘોળા કરો છો જેથી તમારી ટિપ્સ સાચી હોય છે ત્યારે અમે હળવા મૂડમાં મેસેજ મૂક્યો હતો.ટેલીગ્રામની અમારી ચેનલમાં પણ અમે આ ખુલાસો મૂકી દીધો છે કે આ એક રમૂજ હતી