રાજકોટમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સરકારી અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઇ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Tanvi Soni

Updated on: Sep 13, 2022 | 4:12 PM

રાજકોટમાં (Rajkot) ભાદરવા મહિને પડેલા વરસાદને કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.

રાજકોટમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સરકારી અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઇ
રાજકોટમાં રોગચાળો વકર્યો

ચોમાસા (Monsoon 2022) બાદ ગુજરાતભરમાં રોગચાળાએ માઝા મુકી છે. એક તરફ પહેલેથી જ કોરોના અને સ્વાઇન ફલૂ (Swine flu) જેવા રોગ ફેલાયેલા છે. તેની વચ્ચે હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાયો છે. રાજકોટમાં (Rajkot) ભાદરવા મહિને પડેલા વરસાદને કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ડેન્ગ્યૂ, મેલેરિયા, શરદી-ઉધરસ, સામાન્ય તાવ તેમજ ઝાડા-ઉલટીના કેસ નોંધાયા છે. રોગચાળાને કાબુમાં લેવા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.

હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઇ

રાજકોટ શહેર અને જિલ્લામાં રોગચાળો વકર્યો છે. એક જ અઠવાડિયામાં ડેન્ગ્યુના 9 દર્દી નોંધાયા છે. જ્યારે છેલ્લા 9 મહિનાની વાત કરીએ તો 69 દર્દી નોંધાયા છે. રોગચાળાના પગલે શહેરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય રહી છે. જોકે કોર્પોરેશનના ચોપડે ખૂબ ઓછા આંકડા દર્શાવાતા હોવાનું સામે આવ્યું છે. ડેન્ગ્યૂ સિવાય તાવ, શરદી, ઉધરસ, મેલેરિયાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત વરસાદના કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.

રાજકોટમાં વરસાદ બાદ ગંદકી અને કચરાના કારણે પણ બીમારીઓ વધી રહી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેલેરિયાના કારણે દાદી અને પૌત્રનું મોત થયું હતું.

રાજકોટમાં રોગચાળાના કેસ

રાજકોટમાં સરકારી આંકડા અનુસાર રોગચાળાની વાત કરીએ તો ડેન્ગ્યૂના 9 કેસ, મેલેરિયાના 2 કેસ, શરદી ઉધરસના 283 કેસ, સામાન્ય તાવના 61 કેસ અને ઝાડા-ઉલટીના 73 કેસ નોંધાયા છે. તો કેટલાક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઇ રહ્યા છે. બાળકોમાં પણ રોગચાળો વધતો જઇ રહ્યો છે. રાજકોટમા રોગાચાળો વકરતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે અને રોગચાળાને કાબુમાં લેવાની કામગીરીમાં જોતરાયુ છે.

રોગચાળાને કાબુમાં લેવા રાજકોટ મનપાની કામગીરી

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા કામગીરી હાથ ધરાઇ છે. આરોગ્ય વિભાગે વિવિધ સ્થળોએ મચ્છરોના લારવાની ચકાસણી હાથ ધરી છે. ઉપરાંત દવાનો છંટકાવ, ફોગિંગ સહિતની કામગીરી શરૂ કરી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati