રાજકોટ સહિત રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, જગતના તાતની વધી મુશ્કેલી

ગુજરાતમા રાજકોટના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તેમજ દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, બનાસકાંઠા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે

રાજકોટ સહિત રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, જગતના તાતની વધી મુશ્કેલી
Unseasonal rains in many areas of the state including Rajkot have increased the problem of farmer Image Credit source: FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 1:11 PM

માવઠાએ ફરી ગુજરાતના ધરતીપુત્રોના હાલ બેહાલ કરી દીધા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમા ભરશિયાળે કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાઈ રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ફરી જગતના તાતની હાલત કફોડી બની છે. ગુજરાતમા રાજકોટના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, બનાસકાંઠા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. તો ઘણા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક કમોસમી વરસાદના કારણે બરબાદ થઇ ગયો છે.

આ પણ વાંચો : Rajkot : મેડિકલ કૉલેજના PSM વિભાગના વડાનું શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કારણ થશે સ્પષ્ટ

ઘઉં, ડુંગળી, મકાઈ, ચણાનો પાક પલળી ગયો

તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. માવઠાના પગલે ખેડૂતોએ વાવેતર કરેલા ઉભા પાકને નુકસાન થયું હતું. ઘઉં, બાજરી, મકાઈ, ચણા, શાકભાજી સહિત ઘાસચારાને નુકસાન થવાની સંભાવના છે. આ તરફ ભરૂચના કાવી ગામે કમોસમી વરસાદ પડયો. બીજી તરફ અરવલ્લીના મોડાસામાં વરસાદી માહોલ છવાતા શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. માવઠાના પગલે તમાકુ, કપાસ, ડાંગર સહિતના ઉભા પાકને ભારે નુકસાન થયું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં

રાજકોટ તેમજ ભાવનગરમાં પણ વહેલી સવારે માવઠાની આગાહી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી શહેરમાં પાણી પાણી થઈ ગયા હતા. તો વડોદરાના સાવલી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ પડતા ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

g clip-path="url(#clip0_868_265)">