AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ગરમ મસાલો ખરીદતા પહેલા સાવધાન, આરોગ્ય વિભાગની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોઠારિયા વિસ્તારમાં આવેલી સુગંધ એન્ટરપ્રાઇઝ નામના વેપારીને ત્યાંથી 465 કિલો જેટલો અખાધ જથ્થો મળી આવ્યો છે જેના નમૂના લઇને લેબોલેટરીમાં મોકલવામાં આવ્યા છે.

Rajkot: ગરમ મસાલો ખરીદતા પહેલા સાવધાન, આરોગ્ય વિભાગની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
Be careful before buying hot spices a shocking revelation came in the health departments investigation
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 09, 2022 | 1:04 PM
Share

હાલમાં મસાલા (spices) ભરવાની સિઝન ચાલી રહી છે. લોકો આખા મહિનાની ખરીદી કરતા હોય છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ (health department)  દ્વારા મસાલાનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં તપાસ (investigation) હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ મનપા (Rajkot Municipal Corporation) ની આરોગ્યની ટીમ દ્વારા આવા જ એક ધંધાર્થીને ત્યાંથી અખાધ ગરમ મસાલાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે, મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોઠારિયા વિસ્તારમાં આવેલી સુગંધ એન્ટરપ્રાઇઝ નામના વેપારીને ત્યાંથી 465 કિલો જેટલો અખાધ જથ્થો મળી આવ્યો છે જેના નમૂના લઇને લેબોલેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે સામાન્ય રીતે ગરમ મસાલામાં જીરૂ, તજ, લવિંગ સહિતના તેજાના મરી મસાલાનો ઉપયોગ થતો હોય છે. જો કે સુગંધ એન્ટરપ્રાઇઝમાં જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તેમાં ભળેલા મરી મસાલા ખૂબ જ હલકી ગુણવત્તા અને અખાધ હોવાનું સામે આવ્યું છે.આવા હલકી કક્ષાના મસાલાનું મિશ્રણ કરીને ગરમ મસાલો તૈયાર કરવામાં આવતો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવ્યું હતું.

મરીના બદલે માટી, જીરૂના ડાંડલા અને ધાણાની ભોતરીઓનું થતું મિશ્રણ

આરોગ્ય વિભાગની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.જે મસાલા તૈયાર કરવામાં આવતા હતા તેમાં મરીના બદલે માટી અને અખાધ મરી ઉમેરવામાં આવી હતી,જીરૂના બદલે જીરૂની ડાંડલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,એલચીના બદલે હલકી કક્ષાના એલચી કરવામાં આવતું હતું,ધાણાંના બદલે ધાણાની ફોતરીનો ઉપયોગ થતો હતો જ્યારે તજના બદલે હલકી કક્ષાના તજ ઉપયોગ થતા હતા જ્યારે ગરમ મસાલામાં સુગંધ માટે એશન્સનો ઉપયોગ કરાતો હોવાનો ખુલાસો થયો છે.આ ગરમ મસાલાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોવાનું સામે આવ્યું છે.

અગાઉ રાયમાં કલર અને મસાલામાં ભેળસેળનો થયો હતો ખુલાસો

આરોગ્ય વિભાગે અગાઉ જૂના માર્કેટીંગ યાર્ડમાંથી હલકી કક્ષાની રાઇમાં કલર ભેળસેળ કરવાનું કૌંભાડ ઝડપી પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત અલગ અલગ મસાલા માર્કેટમાંથી જીવાતવાળા મરચાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Vadodara: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા: વડોદરા એરપોર્ટ પર સ્વાગત કરાયું

આ પણ વાંચોઃ ભારતીય મૂળના વેદાંત પટેલે ભારતની છાતી ગૌરવથી ફુલાવી, વેદાંત દુનિયાભરમાં બન્યા ચર્ચાનો વિષય, જાણો શું છે કારણ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">