Tender Today : પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝન દ્વારા વોટર વેન્ડિંગ મશીનના કોન્ટ્રાક્ટ માટે ઇ-ટેન્ડર જાહેર, કોન્ટ્રાક્ટની અવધિ 5 વર્ષની રહેશે

રાજકોટ (Rajkot) ડિવિઝનના અને સુરેન્દ્રનગરના સ્ટેશનો ખાતે બે પેકેટ પ્રણાલી હેઠળ વોટર વેન્ડિંગ મશીનના કોન્ટ્રાક્ટ માટે ઇ-ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે.

Tender Today : પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝન દ્વારા વોટર વેન્ડિંગ મશીનના કોન્ટ્રાક્ટ માટે ઇ-ટેન્ડર જાહેર, કોન્ટ્રાક્ટની અવધિ 5 વર્ષની રહેશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2023 | 1:42 PM

પશ્ચિમ રેલવે- રાજકોટ ડિવિઝન દ્વારા વોટર વેન્ડિંગ મશીનના કોન્ટ્રાક્ટ માટે ઇ-ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રાજકોટ ડિવિઝનના અને સુરેન્દ્રનગરના સ્ટેશનો ખાતે બે પેકેટ પ્રણાલી હેઠળ વોટર વેન્ડિંગ મશીનના કોન્ટ્રાક્ટ માટે ઇ-ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. જામનગરમાં પ્લેટફોર્મ નંબર 1ના અંતે ( દ્વારકા અંત), સુરેન્દ્રનગરમાં પ્લેટફોર્મ નંબર 1-4ના અંતે (વિરમગામ અંત) સુરેન્દ્રનગરમાં પ્લેટફોર્મ 2-3ના અંતે (રાજકોટ અંત)ના કામો માટેની પ્રતિ વર્ષની રિઝર્વ કિંમત 1 લાખ 34 હજાર 750 રુપિયા રાખવામાં આવી છે. તો ઇ-ટેન્ડર ફોર્મ ફી રુ. 5,900 રાખવામાં આવી છે. અર્નેસ્ટ ફી 14,100 રુપિયા રાખવામાં આવી છે.

આ ટેન્ડર માટે લાયસન્સ ફી પ્રથમ ત્રણ વર્ષ માટે નિશ્ચિત રહેશે અને ચોથા વર્ષે તેમાં 10 % વધારો કરવામાં આવશે. ચોથા અને પાંચમા વર્ષ માટે લાયસન્સ ફી 18 % GST સહિત સમાન રહેશે. રાજકોટના ડિવિઝન મેનેજરની સલાહ મુજબ ઇ ટેન્ડર બંધ થવાની તારીખ અને સમય 6 એપ્રિલ 2023ના બપોરે 3 વાગ્યા સુધીની રહેશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઇ ટેન્ડર ખુલવાની તારીખ 6 એપ્રિલ 2023ના બપોરે 3.30 વાગ્યા સુધીની રહેશે. કોન્ટ્રાક્ટની અવધિ 5 વર્ષની રહેશે. આ ટેન્ડરની વધુ માહિતી www.ireps.gov.in પરથી મળી શકશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">