રાજકોટમાં રમનારી મેચનું કાઉન્ટડાઉન શરૂ, શાહી ઠાઠથી કરવામાં આવશે ટીમનું સ્વાગત

|

Jun 15, 2022 | 9:56 AM

ટીમ ઇન્ડિયાના કેપ્ટન રિષભ પંત, વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા, (Vice Captain Hardik Pandya) કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) માટે ટોપફ્લોર પર આવેલા પ્રેસિડેન્સિયલ સ્યૂટ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.

રાજકોટમાં રમનારી મેચનું કાઉન્ટડાઉન શરૂ, શાહી ઠાઠથી કરવામાં આવશે ટીમનું સ્વાગત
Team India to get a Royal stay in Rajkot

Follow us on

રાજકોટમાં(Rajkot) રમાનારી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી ટી-20 મેચનું કાઉન્ટડાઉન (Countdown) શરૂ થઇ ગયું છે. બે દિવસ બાદ રાજકોટ આવનારી બંને ટીમ જ્યાં રોકાવાની છે તે બંને હોટલમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાનું સ્વાગત શાહી ઠાઠથી કરવાનું હોવાથી હોટેલમાં રોયલ થીમ આધારિત તમામ  રૂમને તૈયાર કરવામાં આવ્યા છે.ટીમ ઇન્ડિયાના કેપ્ટન રિષભ પંત, વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા, (Vice Captain Hardik Pandya) કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) માટે ટોપફ્લોર પર આવેલા પ્રેસિડેન્સિયલ સ્યૂટ રૂમ તૈયાર કર્યા છે.

હોટેલમાં રોયલ થીમ આધારિત તમામ રૂમને તૈયાર કરવામાં આવ્યા

આ રૂમમાં ઇન્ટરનેટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલું જ નહિ ખેલાડીઓના ફોટો સાથેના ઓશિકાના કવર પણ તૈયાર કરાયા છે. જ્યારે અન્ય ખેલાડીઓ માટે પ્રીમિયમ રૂમ તૈયાર કર્યા છે. તેમાં પણ ઇન્ટરનેટની સુવિધાઓ રાખવામાં આવી છે. BCCI દ્વારા આપવામાં આવેલા ફૂડ ચાર્ટ મુજબ, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ગુજરાતી ભોજન, રાજસ્થાની ભોજન, ઇન્દોરની સ્પેશિયલ ચાટ, કોન્ટિનેન્ટલ, અરેબિક સહિતનું ફૂડ અપાશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સાત વર્ષ બાદ રાજકોટની મહેમાન બનનારી સાઉથ આફ્રિકાની ટીમ 150 ફૂટ રિંગ રોડ પરની ફોર્ચ્યુન હોટલમાં રોકાણ કરવાની છે. સાઉથ આફ્રિકા ટીમને વેલકમ કરવા હોટલમાં તેમજ બહાર ખેલાડીઓના મોટા ફોટો લગાડવામાં આવ્યા છે. આફ્રિકા ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમા માટે ટોપ ફ્લોર પર આવેલો પ્રેસિડેન્શિયલ રૂમ ખાસ તૈયાર કર્યો છે. અગાઉ મહેન્દ્રસિંહ ધોની આ રૂમમાં રહ્યાં હતા. ખેલાડીઓનું મનપસંદ જમવાનું બનાવવા માટે ખાસ શેફ પણ રાજકોટ આવશે. આફ્રિકાના ખેલાડીઓને ગુજરાતી સહિતના ભોજન પીરસવામાં આવશે.

Next Article