સહકારીમાં લડાઇ આરપાર ! રાજકોટ જિલ્લા સહકારી બેન્કની ભરતીમાં થયેલો ભ્રષ્ટાચારનો કેસ પહોંચ્યો હાઈકોર્ટમાં

નીતિન ઢાંકેચાએ પૂર્વ કેબિનેટપ્રધાન જયેશ રાદડિયા સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને રાજ્ય સરકાર (Gujarat Govt)  જયેશ રાદડિયા સામે કાર્યવાહી કરે તેવી માગ કરવામાં આવી છે.

સહકારીમાં લડાઇ આરપાર ! રાજકોટ જિલ્લા સહકારી બેન્કની ભરતીમાં થયેલો ભ્રષ્ટાચારનો કેસ પહોંચ્યો હાઈકોર્ટમાં
Corruption case of Rajkot District Cooperative bank
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 12:57 PM

Rajkot : રાજકોટ જિલ્લા સહકારી બેન્કની(Rajkot District Co-Opreative Bank) ભરતીમાં ભ્રષ્ટાચારનો કેસ હવે હાઈકોર્ટમાં(Highcourt)  પહોંચ્યો છે. જયેશ રાદડિયાના (Jayesh Radadiya)  હરીફ જૂથના નીતિન ઢાંકેચાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણી દરમિયાન સ્ટેટ રજિસ્ટ્રાર, નાબાર્ડ, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્ક અને સહકાર સચિવને કોર્ટે આદેશ કર્યો છે.કોર્ટે 5 જુલાઈના રોજ જવાબ રજૂ કરવા કહ્યું છે. મહત્વનું છે કે સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા અને નીતિન ઢાંકેચા જૂથ વચ્ચે રાજકીય અસ્તિત્વની લડાઇ ચાલી રહી છે.

નીતિન ઢાંકેચાએ પૂર્વ કેબિનેટપ્રધાન જયેશ રાદડિયા સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને રાજ્ય સરકાર (Gujarat Govt)  જયેશ રાદડિયા સામે કાર્યવાહી કરે તેવી માગ કરવામાં આવી છે. નીતિન ઢાંકેચાએ આરોપ લગાવ્યો છે કે જિલ્લા સહકારી બેંકની ભરતીમાં ભ્રષ્ટાચાર થયો છે.કોઇપણ પ્રકારની જાહેરાત વગર રૂપિયા લઇને બારોબાર ભરતી કરવામાં આવી છે.

કઈ સ્વાસ્થ્ય સમસ્યા વાળા લોકોએ ન ખાવું જોઈએ જામફળ ?
જાણો કોણ છે ભારતનો સૌથી મોંઘો સિંગર, જુઓ ફોટો
Baba Vanga Prediction : 2025 માટે આ રાશિના લોકો માટે બાબા વેંગાએ કરી ચોંકાવનારી આગાહી
ભારતનો 1 રુપિયો આ દેશમાં થઈ જાય છે રુ 300ની બરાબર ! જાણો કઈ છે જગ્યા
વીર પહાડિયાએ અમદાવાદના કાઈટ ફેસ્ટિવલની મુલાકાત લીધી, જુઓ ફોટો
Panipuri Benefits :જો તમને છે આ બિમારી તો, ચમત્કારીક ઈલાજ માટે ખાઓ પાણીપુરી

સહકારી આગેવાન નીતિન ઢાંકેચાએ કર્યા આકરા પ્રહાર

તમને જણાવી દઈએ કે, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી કૌભાંડ મામલે સહકારી આગેવાન નીતિન ઢાંકેચાએ ભરતી કૌભાંડને લઈને જયેશ રાદડિયા સામે આક્ષેપો કર્યા છે. નીતિન ઢાંકેચાએ કહ્યું કે, જયેશ રાદડિયા બેન્કના ચેરમેન છે આથી, તે ભરતી કૌભાંડમાં સામેલ છે. તેમણે કહ્યું કે, મને ભાજપ સામે કોઇ વાંધો નથી પરંતુ જયેશ રાદડિયાની કાર્યપદ્ધતિ સામે વાંધો છે. અમે આ મુદ્દે રાજ્યના સહકારી અધિકારીઓને રજૂઆત કરી છે.સાથે જ તેણે આ અંગે હવે હાઈકોર્ટમાં અરજી કરતા ભ્રષ્ટાચારનો મામલો હાઈકોરટમાં પહોંચ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">