રાજકોટમાં નેપાળી પરિવારની બે માસની બાળકીનું શંકાસ્પદ મોત, શરીર પર માર માર્યાના મળ્યા નિશાન

|

Aug 11, 2022 | 5:14 PM

Rajkot: તહેવારનો દિવસ નેપાળી પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં એમબી એપાર્ટમેન્ટરમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારની દીકરીનું શંકાસ્પદ હાલતમાં મોત થયુ છે અને શરીર પર માર મારવાના નિશાન મળી આવ્યા છે.

રાજકોટમાં નેપાળી પરિવારની બે માસની બાળકીનું શંકાસ્પદ મોત, શરીર પર માર માર્યાના મળ્યા નિશાન
બાળકીનું શંકાસ્પદ મોત

Follow us on

રાજકોટ (Rajkot) માં  બે મહિનાની એક બાળકીનુ શંકાસ્પદ મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા એમ બી એપાર્ટમેન્ટમાં બે મહિનાની બાળકીનું શંકાસ્પદ મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે. ચોકીદારી કરતા નેપાળી પરિવાર (Nepali Family)ની બે મહિનાની માસુમ બાળકી બેભાન હાલતમાં પડી હતી અને તેના શરીરે લાલ ચકામા પડી ગયા હતા. માતાપિતાને જાણ થતા જ બાળકીને હોસ્પિટલ ખસેડાઈ હતી જો કે ત્યાં સુધીમાં બહુ મોડુ થઈ ગયુ હતુ. હોસ્પિટલે પહોંચ્યા તો ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.

ઘટનાની વિગત અનુસાર બાળકી ઘરમાં સૂતી હતી ત્યારે તેની માતા બજારમાં શાકભાજી અને રાખડી ખરીદવા ગઈ હતી. ખરીદી બાદ ઘરે પરત ફરતા બાળકીના શરીર પર ચકામા પડેલા જોવા મળ્યા હતા. જેમા તેને માર મરાયો હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. આ અંગે તાલુકા પોલીસ મથકના સ્ટાફે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા અંગેની તજવીજ શરૂ કરી છે. ઉપરાંત પોલીસે આજુબાજુના વિસ્તારના CCTV ફુટેજ પણ તપાસવાનુ શરૂ કર્યુ છે. બાળકીના પિતાએ પણ તેનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયુ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

નેપાળી ચોકિદારના જણાવ્યા મુજબ બાળકીની માતા બજારમાં ગઈ હતી ત્યારે અડધો કલાક સુધી બાળકી બાજુમાં રહેતી 11 વર્ષની કિશોરી પાસે હતી. ત્યારબાદ તે બાળકીને તેના રૂમ પર મુકી ગઈ હતી. જો કે બાળકીના શરીરે ઓઢાડેલુ હોવાથી ત્યારે તેને કંઈ જોવા મળ્યુ હતુ નહતુ. તેની માતાને આવવામાં મોડુ થતા તે રૂમ પર જોવા માટે ગયા હતા ત્યારે બાળકીના શરીર પર મારના નિશાન હતા અને બાળકી બેભાન હાલતમાં જણાઈ હતી. ત્યારે સૌથી મોટો સવાલ એ જ છે કે બાળકીને કોણે માર માર્યો હશે, બે મહિનાની બાળકીના દુશ્મનો કોણ છે? તે દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે.

રક્ષાબંધનનો તહેવાર હાલ તો આ નેપાળી પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો છે. તેની માતા હોંશે હોંશે તેના ઘરથી થોડા જ અંતરે રાખડી લેવા માટે ગઈ હતી અને પરત ફરી ત્યાં સુધીમાં તો તેની વ્હાલસોયી બાળકીનું મોત થઈ ગયુ હતુ. ત્યારે માતાના આક્રંદથી સમગ્ર વિસ્તાર ગમગીન બની ગયો હતો. હાલ પોલીસ સીસીટીવીના આધારે સઘન તપાસ હાથ ધરી છે.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

Next Article