શું આ રીતે ભણશે ગુજરાત ? સૌથી સારા શિક્ષણના દાવા વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ, ગોંડલની આ શાળામાં છે માત્ર એક જ શિક્ષક

|

Jun 15, 2022 | 2:20 PM

ગુજરાતમાં (Gujarat) સૌથી સારું શિક્ષણ અપાતું હોવાના દાવાઓ વચ્ચે એક શાળા એવી છે જે આ દાવાઓની પોલ ખોલી રહી છે. શાળાનું બિલ્ડિંગ સુંદર છે. વિદ્યાર્થીઓ પણ છે પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારા માત્ર એક જ શિક્ષક છે.

શું આ રીતે ભણશે ગુજરાત ? સૌથી સારા શિક્ષણના દાવા વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ, ગોંડલની આ શાળામાં છે માત્ર એક જ શિક્ષક
આખી શાળામાં માત્ર એક જ શિક્ષક

Follow us on

શિક્ષણ (Education) માટે જરૂરી માળખાકીય સવલતોમાં નોધપાત્ર સુધારો છે પણ હજુ અમુક શાળાઓની (School) વાસ્તવિકતા કંઈક જુદી જ છે. તેનુ ઉતમ ઉદાહરણ છે ગોંડલના(Gondal)  કુંભાજી દેરડીની તાલુકા શાળા. અહીં શાળાનું બિલ્ડિંગ સુંદર છે, વિદ્યાર્થીઓ પણ છે પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારા માત્ર એક જ શિક્ષક છે. જે ગુજરાતમાં સૌથી સારું શિક્ષણ અપાતું હોવાના દાવાઓ વચ્ચેના પોકળ દાવાઓની પોલ ખોલી રહી છે.

આખી શાળામાં માત્ર એક જ શિક્ષક !

ગોંડલના કુંભાજી દેરડીની તાલુકા શાળામાં (Taluka School) માત્ર એક જ શિક્ષક ધીરૂભાઈ જાહોલિયા સમગ્ર શાળા સંભાળી રહ્યા છે. તમને જાણીને આશ્વર્ય થશે કે ધીરૂભાઈ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ધોરણ 1 થી 8 ના વર્ગો સંભાળે છે. તમને જણાવવુ રહ્યું કે, આ શાળામાં કુલ 68 વિદ્યાર્થીઓ (Students) અભ્યાસ માટે આવે છે. જો કે સ્થતિને જોતા ધોરણ 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં જ રિલિવર શિક્ષકની વ્યવસ્થા કરાઈ છે. જો કે, તે પુરતું નથી. બીજી તરફ વાલીઓને તેમના બાળકોના ભવિષ્યની ચિંતા છે. માટે તેઓને મજબૂરીમાં ખાનગી સ્કૂલ તરફ વળવું પડ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શિક્ષણની કથળતી સ્થિતિ

શિક્ષણની આ કથળતી સ્થિતિ અંગે અનેક વાર રજૂઆત કરાઈ છે પરંતુ શિક્ષણ વિભાગે (Education Department)  પોતાની આંખોની સાથે કાન પણ બંધ કરી લીધા હોય તેવુ લાગી રહ્યુ છે.  મળતી માહિતી મુજબ મે, 2021 સુધી તો આ શાળામાં પુરતા શિક્ષકો હતા. જો કે વયમર્યાદાને કારણે તેઓ નિવૃત્ત થયા બાદ નવી ભરતી થઈ જ નથી, જેને કારણે હાલ બાળકોનુ ભવિષ્ય અધ્ધરતાલ બન્યુ છે. એક તરફ સરકારી શાળાઓને લઈને કેન્દ્ર સ્તરે રાજનીતિ થાય છે. કોની શાળા વધુ સારી તેના દાવાઓ થાય છે. પરંતુ જ્યારે આવી વિકટ સ્થિતિમાં શાળાઓને તાળા મારવાની સ્થિતિ આવે ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષ બેય પ્રજ્ઞાચક્ષુ બની જતા હોય તેવું લાગી રહ્યું છે.

Next Article