Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડની તપાસ કરી રહેલી સમિતિના સભ્યોમાં મતભેદ, કુલપતિને બે રિપોર્ટ સોંપવામાં આવ્યા

|

Aug 01, 2021 | 2:16 PM

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી( Saurashtra University) ના કથિત માટી કૌભાંડ(Scam) ની તપાસ કરી રહેલી સમિતિમાં બે ફાંટા પડ્યા છે. જ્યારે તપાસ માટે નિયુક્ત કરવામાં આવેલી પાંચ સભ્યોની સમિતિમાં મતભેદ ઉભા થયા છે. તપાસ સમિતિ દ્વારા જુદા-જુદા બે રિપોર્ટ કુલપતિને સોંપવામાં આવ્યા છે. જેમાં બહુમતી જૂથ તત્કાલિન રજિસ્ટ્રાર જતીન સોનીને બચાવવાની તરફેણમાં છે. આ તપાસ કમિટીના એક રિપોર્ટમાં જતીન […]

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી( Saurashtra University) ના કથિત માટી કૌભાંડ(Scam) ની તપાસ કરી રહેલી સમિતિમાં બે ફાંટા પડ્યા છે. જ્યારે તપાસ માટે નિયુક્ત કરવામાં આવેલી પાંચ સભ્યોની સમિતિમાં મતભેદ ઉભા થયા છે. તપાસ સમિતિ દ્વારા જુદા-જુદા બે રિપોર્ટ કુલપતિને સોંપવામાં આવ્યા છે. જેમાં બહુમતી જૂથ તત્કાલિન રજિસ્ટ્રાર જતીન સોનીને બચાવવાની તરફેણમાં છે.

આ તપાસ કમિટીના એક રિપોર્ટમાં જતીન સોનીને દોષિત ગણવાને બદલે ટેક્નિકલ ભૂલ હોવાનું જણાવ્યું છે અને કોન્ટ્રાકટર પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે. જ્યારે તપાસ સમિતિના બીજા રિપોર્ટમાં આ પ્રકરણમાં શારીરિક શિક્ષણ વિભાગના બેદરકાર કર્મચારીઓ, કોચ કેતન ત્રિવેદી અને કોન્ટ્રાકટર ચંદુ લાલકિયા સહિતના લોકો જવાબદાર હોવાનું ગણાવ્યું છે. જેમાં કુલ 13 થી 14 વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવ્યા છે..આ પ્રકરણમાં કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા તે સિન્ડિકેટની બેઠક નક્કી કરશે

આ પણ વાંચો : અજબ-ગજબ: જો ધરતી સપાટ થઈ જાય તો જીવનમાં આવી શકે આવા બદલાવ, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો ?

આ પણ વાંચો :Delhi: આજથી રાષ્ટ્રપતિ ભવન અને મ્યુઝિયમ સંકુલ મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે

Next Video