ઉર્જા મંત્રી સૌરભ પટેલે સૌરાષ્ટ્ર-કચ્છના PGVCL વિભાગની સમીક્ષા બેઠક યોજી, અધિકારીઓને આપી આ સૂચના

ઉર્જામંત્રીએ કિસાન સૂર્યોદય, જ્યોતિગ્રામ, થ્રી ફેઈઝના કૃષિ વીજ કનેક્શન વગેરે જેવી સરકારી યોજનાઓની છણાવટ કરી હતી અને પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા તાકીદ કરી હતી.

ઉર્જા મંત્રી સૌરભ પટેલે સૌરાષ્ટ્ર-કચ્છના PGVCL વિભાગની સમીક્ષા બેઠક યોજી, અધિકારીઓને આપી આ સૂચના
Saurashtra-Kutch PGVCL review meeting held in the presence of Energy Minister Saurabh Patel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 10:32 PM

રાજકોટની (Rajkot) પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમીટેડની કોર્પોરેટર ઓફિસ ખાતે ઉર્જામંત્રી સૌરભ પટેલ (Saurabh Patel)ની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર કચ્છના પીજીવીસીએલના અધિકારીઓની સમિક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ઉર્જામંત્રી સૌરભ પટેલે વીજચોરી કરતા વિસ્તારોમાં પોલીસ પ્રોટેક્શન સાથે તૂટી પડવાનો આદેશ આપ્યો છે અને વીજલોસવાળા ફિડરનું ચેકિંગ કરવા અધિકારીઓને સૂચના આપી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ બેઠકમાં સૌરભ પટેલે ડિસ્ટ્રીબ્યુશન લોસ ઘટાડવા, એવરેજ ઈન્ટરપ્શનનું ધ્યાન રાખવા, ફીડરોની યોગ્ય જાળવણી કરવા, લાઈનવર્ક દુરસ્ત કરવા તેમજ આમ નાગરિકોની તકલીફો નિવારવા પાવર કટનો સમય ઓછામાં ઓછો રાખવાની તાકીદ કરી છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે મરામત હેઠળના ટ્રાન્સફોર્મરોનો સ્ટોક જાળવવા પણ કહ્યું હતુ, જેથી કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિમાં વીજ પુરવઠાની જાળવણી પૂર્વવત કરી શકાય.

ઉર્જામંત્રીએ કિસાન સૂર્યોદય, જ્યોતિગ્રામ, થ્રી ફેઈઝના કૃષિ વીજ કનેક્શન વગેરે જેવી સરકારી યોજનાઓની છણાવટ કરી હતી અને પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા તાકીદ કરી હતી. વિવિધ સર્કલોમાં પડેલા સ્ક્રેપનો સત્વરે નિકાલ કરવા પણ આદેશ આપ્યો છે.

તાઉ તે વાવાઝોડા બાદની સ્થિતિની સમિક્ષા કરી

આ બેઠકમાં સૌરભ પટેલે “તાઉતે” વાવાઝોડા બાદ અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓમાં થઈ રહેલી વીજ પુનઃસ્થાપનની પ્રક્રિયા વિશે પણ વિગતવાર ચર્ચા કરી હતી. તાઉતે વાવાઝોડાને કારણે અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં નુકસાન થયું છે. જેમાં રાજુલા પંથકમાં સૌથી વધારે નુકસાન થયું છે, જ્યાં પીજીવીસીએલ દ્વારા કામગીરી ચાલી રહી છે.

આ બેઠકમાં પીજીવીસીએલના (PGVCL) ચીફ એન્જિનિયર, એડિશનલ ચીફ એન્જિનિયર તથા ભાવનગર, બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, જુનાગઢ, સોમનાથ, કચ્છ વગેરેના અધિક્ષક ઈજનેરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો – બળાત્કારનો ભોગ બનેલી ધોરણ 8ની વિદ્યાર્થીને લઈ પંચાયતે જાહેર કર્યું અનોખું ફરમાન, તમે પણ જાણીને ચોકી ઉઠશો

આ પણ વાંચો – Tokyo Olympics: ત્રણ એથલીટોએ એક સાથે તોડ્યો 29 વર્ષ જુનો ઓલિમ્પિક રિકૉર્ડ, દોડવાની સ્પીડથી સૌના હોશ ઉડાવ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">