AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બળાત્કારનો ભોગ બનેલી ધોરણ 8ની વિદ્યાર્થીને લઈ પંચાયતે જાહેર કર્યું અનોખું ફરમાન, તમે પણ જાણીને ચોકી ઉઠશો

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં એક ઘટના બની છે, જેણે માનવતાને શરમાવી દીધી છે. હ્રદયસ્પર્શી ઘટના માલદા હરિશ્ચંદ્રપુર વિસ્તારની છે.

બળાત્કારનો ભોગ બનેલી ધોરણ 8ની વિદ્યાર્થીને લઈ પંચાયતે જાહેર કર્યું અનોખું ફરમાન, તમે પણ જાણીને ચોકી ઉઠશો
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 7:30 PM
Share

પશ્ચિમ બંગાળના માલદા (Malda) જિલ્લામાં આ ઘટના બની છે, જેણે માનવતાને શરમમાં મૂકી દીધી છે. હ્રદયસ્પર્શી ઘટના માલદા હરિશ્ચંદ્રપુર વિસ્તારની છે. થોડા મહિના પહેલા ગામના પ્રભાવશાળી તૃણમૂલ કોંગ્રેસના નેતા (TMC Leader) દ્વારા આઠમા ધોરણની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

જ્યારે આ બાબત પ્રકાશમાં આવી ત્યારે સલિસી (પંચાયત) બેઠક યોજાઈ હતી અને સલિસી સભાએ પીડિત પરિવારને અલગ પાડતા એક અનોખો ફરમાન બહાર પાડ્યું હતું. પંચાયતે પરિવારને અલગ કરીને તેને ગામ છોડવાની આદેશ આર્યો હતો. હવે આ મામલો સામે આવ્યો છે ત્યારે હરિશ્ચંદ્રપુરની પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતા આઠમા ધોરણની વિદ્યાર્થીની છે. તેના માતા-પિતા દૈનિક મજૂરી કરે છે. 21 ફેબ્રુઆરીના રોજ એક પાડોશી મહિલાએ તેને બોલાવી અને તેને લઈ ગઈ હતી. થોડા સમય પછી મહિલા તેના મામાના ઘરે જવા નીકળી ગઈ. તે સમયે મહિલાનો ભાઈ નાગર ઉર્ફે પંકજ દાસ બીજા રૂમમાં હતો. એવો આક્ષેપ છે કે, તે છોકરીને બળજબરીથી બીજા રૂમમાં લઈ ગયો અને તેને છરીથી ધમકી આપી અને તેના પર બળાત્કાર કર્યો હતો.

બળાત્કારની પીડિતા પાંચ મહિનાની ગર્ભવતી છે

છોકરીએ ઘરે જઈને આખી વાત કહી. પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ પણ કર્યો. આરોપ છે કે, તેને હજુ પણ ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમણે ગામના કેટલાક પ્રભાવશાળી મધ્યસ્થીઓને આ મામલાનો ઉકેલ લાવવા નિર્દેશ આપ્યો હતો. બે વખત બેઠક થઈ પરંતુ પીડિતાના પરિવારનો આરોપ છે કે, આરોપી યુવકનો બચાવ થયો હતો. વિરોધમાં, પીડિતાની માતાને વળતી ધમકીઓ મળી રહિ હતી. તેણે ફરિયાદ કરી કે તેને ગામના એક ઘરમાં એકાંતમાં રાખવામાં આવ્યો છે. સલિસી સભાના લોકો આરોપી યુવક અને તેના પરિવારના સભ્યો સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને તેથી તેઓ તેને છુપાવવા માંગે છે.

માનસિક અને શારીરિક રીતે બીમાર છે કિશોરી

આ છોકરી હવે 5 મહિનાની ગર્ભવતી છે. એક માનસિક વિકલાંગ છોકરી ગંભીર રીતે બીમાર થઈ ગઈ છે. આ પછી પીડિતાની માતા છુપાઈને પોલીસ સ્ટેશન ગઈ હતી. તેણે ગત રવિવારે સાંજે લેખિત ફરિયાદ નોંધાવી હતી ત્યાં સુધીમાં આરોપી યુવક ગામમાંથી ગાયબ થઈ ગયો હતો.

આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં આરોપીઓને છુપાવવા માટે તૃણમૂલ નેતાનું નામ સામે આવ્યું છે. જોકે, તૃણમૂલે તમામ આરોપોને નકાર્યા છે. આ સંદર્ભમાં તૃણમૂલ નેતાએ કહ્યું કે, તૃણમૂલ આ તમામ જઘન્ય કૃત્યોમાં સામેલ નથી. જો આવું થયું હોય તો દોષિતોને સજા થશે.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : રેસલર સોનમ મલિક પહેલો જ મુકાબલો હાર્યા,પુરુષ હૉકી ટીમ પણ ફાઇનલમાં જગ્યા ન મેળવી શકી

આ પણ વાંચો: Parliament Monsoon Session: કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષની સંસદ સુધી સાયકલ માર્ચ, પી એમ મોદીએ કહ્યુ સંસદની ગરીમા જાળવી રાખો

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">