Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : રાજકોટમાં અઢી વર્ષના બાળકને ત્રણથી ચાર શ્વાને ભર્યા બચકા, લોહીલુહાણ હાલતમાં લઇ જવાયો હોસ્પિટલ

Rajkot News : અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મોટા શહેરોમાં ગલીઓ કે ચાર રસ્તે રખડતા શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. શ્વાનની વધતી વસ્તી અને લોકો પર વધતા હુમલાની ઘટનાઓ છતા તંત્ર જાણે આંખ બંધ કરીને બેસી રહે છે.

Gujarati Video : રાજકોટમાં અઢી વર્ષના બાળકને ત્રણથી ચાર શ્વાને ભર્યા બચકા, લોહીલુહાણ હાલતમાં લઇ જવાયો હોસ્પિટલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2023 | 3:05 PM

રાજ્યમાં રખડતા આખલા બાદ હવે શ્વાનનો ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો છે. રસ્તે રખડતા શ્વાન પહેલા રાહદારીઓ કે ટુ-વ્હીલર ચાલકોની પાછળ દોડીને પરેશાન કરતા હતા, પરંતુ હવે તો ઘરના આંગણે રમતા બાળકોને પણ શ્વાનના ત્રાસનો ભોગ બની રહ્યાં છે. રાજકોટના ઔદ્યોગિક શાપર વેરાવળ વિસ્તારમાં અઢી વર્ષના બાળક અર્શદ અંસારીને શ્વાને બચકા ભર્યા.

શીતળા માતાજી મંદિરના ખુલ્લા પટમાં રમતા બાળકને ત્રણથી ચાર શ્વાને બચકા કર્યા હતા. આસપાસના રહીશો લોહી-લુહાણ હાલતમાં બાળકને ઉંચકીને લાવ્યા ત્યારે પરિવારને જાણ થઈ. જે બાદ ત્વરિત બાળકને રાજકોટ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો

રાજકોટ શહેર અને જિલ્લામાં શ્વાનના આતંકની ઘટનાઓ સતત વધી રહી છે. ઉનાળા દરમિયાન શ્વાન કરડવાના કેસમાં મોટો વધારો થતો આંકડોઓમાં જોવા મળ્યો છે. ગત એપ્રિલમાં 1387 કેસ નોંધાયા, તો મે મહિનામાં 1345 લોકોને શ્વાને બચકા ભર્યા હતા. જ્યારે જૂનમાં 677, જુલાઈમાં 500 અને ઓગસ્ટમાં 547 લોકોને શ્વાન કરડ્યું હતું. જ્યારે સપ્ટેમ્બરમાં 586, ઓક્ટોબરમાં 502 અને નવેમ્બરમાં 592 શ્વાન કરડવાના કેસ સામે આવ્યા હતા.

શ્વાનના ખસીકરણ અભિયાનની જાણે કોઇ અસર જ નહીં

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મોટા શહેરોમાં ગલીઓ કે ચાર રસ્તે રખડતા શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. શ્વાનની વધતી વસ્તી અને લોકો પર વધતા હુમલાની ઘટનાઓ છતા તંત્ર જાણે આંખ બંધ કરીને બેસી રહે છે. પહેલા વહીવટી તંત્ર દ્વારા શ્વાન પકડવાની ઝૂંબેશ ચાલતી હતી. જે હવે લાંબા સમયથી બંધ કરી દેવામાં આવી છે. તો સરકારી ચોપડે ચાલતા શ્વાનના ખસીકરણ અભિયાનની પણ જાણે કોઈ અસર રસ્તાઓ પર જોવા મળતી નથી.

તંત્રને પ્રજાની કોઇ ચિંતા નહીં !

તંત્રના વલણને જોતા બાળકોએ શ્વાનથી બચવા ડરીને ઘરે બેસી રહેવું એ જ એકમાત્ર વિકલ્પ બચ્યો લાગે છે. રખડતા શ્વાન અંગે લોકોની ફરિયાદો છતાં તંત્ર દ્વારો કોઈ ધ્યાન જ આપવામાં આવતું નથી. કારમાં ફરતા જિલ્લા પંચાયત કે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓને ટુ વ્હીલર પર જતા લોકોની તકલીફની કોઈ ચિંતા જ નથી.

સુરતમાં શ્વાન કરડવાથી બાળકીનું થયુ હતુ મોત

મહત્વનું છે કે આ પહેલા સુરતમાં પણ શ્વાન કરડવાની અનેક ઘટના સામે આવી છે. 19 ફેબ્રુઆરીએ સુરતના ખજોદ વિસ્તારની બાળકી પર રખડતા શ્વાન તૂટી પડ્યા હતા. શ્વાને એક બાદ એક 10-15 નહીં પરંતુ 40 બચકા ભરીને તેને અધમુઈ કરી નાખી હતી. જોકે ત્રણ દિવસ સુધી જીવનનો જંગ લડતી આ માસૂમનું આખરે મૃત્યુ થયું હતુ. તબીબોની એક ટીમ દિવસ રાત બાળકીની સારવારમાં જોડાયેલી રહી હતી. પરંતુ બાળકીના જીવને બચાવવાના તમામ પ્રયાસો અપૂરતા સાબિત થયા અને તબીબોને પણ હાથ માત્ર નિરાશા લાગી.

g clip-path="url(#clip0_868_265)">