રાજકોટ પોલીસનું જય દ્વારકાધીશ, દ્વારકા જતા પદયાત્રીઓ માટે શરૂ કર્યો સેવા તથા સલામતી કેમ્પ

દર વર્ષે ફાગણ મહિનાની પૂનમ ભરવા લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રીઓ દ્વારકા ચાલીને જાય છે. રાજકોટ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો પગપાળા દ્વારકાધીશને શીશ નમાવવા પહોંચે છે.ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીના દિવસે આ સંઘો દ્વારકા પહોંચે છે. રાજકોટથી દ્વારકા આખા રસ્તે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ આ લોકોની સેવા માટે કેમ્પો લગાવતા હોય છે.

રાજકોટ પોલીસનું જય દ્વારકાધીશ, દ્વારકા જતા પદયાત્રીઓ માટે શરૂ કર્યો સેવા તથા સલામતી કેમ્પ
Rajkot Police Seva Camp For Dwarka Pedestrain
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Feb 24, 2023 | 9:37 PM

દર વર્ષે ફાગણ મહિનાની પૂનમ ભરવા લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રીઓ દ્વારકા ચાલીને જાય છે. રાજકોટ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો પગપાળા દ્વારકાધીશને શીશ નમાવવા પહોંચે છે.ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીના દિવસે આ સંઘો દ્વારકા પહોંચે છે. રાજકોટથી દ્વારકા આખા રસ્તે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ આ લોકોની સેવા માટે કેમ્પો લગાવતા હોય છે.જેમાં ખાણીપીણીની લઈને સૂવાની અને નાહવાની સુવિધાઓ તેઓ આપતા હોય છે.માનવામાં આવે છે કે પગપાળા દ્વારકા જતા લોકોની સેવા કરવાથી પુણ્ય મળે છે.જેથી મોટી સંખ્યામાં આખા રસ્તે સેવાભાવી સંસ્થાઓ સેવા કરતી હોય છે.

રાજકોટ પોલીસે પણ આ વર્ષે સેવા તથા સલામતી કેમ્પનુ કર્યું આયોજન

પગપાળા દ્વારકા જતા શ્રદ્ધાળુઓ માટે આ વખતે રાજકોટ પોલીસ પણ આગળ આવી છે અને પદયાત્રીઓ માટે સેવા અને સલામતી કેમ્પનું આયોજન કર્યું છે.જેમાં રહેવા તથા જમવાની સુવિધા,મેડિકલ સુવિધા,ચા – પાણી,ફ્રૂટ તથા જ્યુસ અને સરબતની વ્યવસ્થા,બપોર તથા રાત્રિ દરમિયાન રોકનાર અર્થે સુવા અને બેસવાની વ્યવસ્થા,વધુમાં અકસ્માતના બનાવ અટકાવવા માટે સલામતીનું યોગ્ય સૂચન આપવામાં આવે છે,આ ઉપરાંત કેમ્પ પર પદયાત્રીઓને જરૂરિયાત મુજબ મેડિકલ સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ પણ હાજર રાખવામાં આવે છે.

પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને માટે ખાસ વ્યવસ્થા

લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા ચાલીને જાય છે.અને આ રસ્તા પર વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં હોવાથી દર વર્ષે ખાસ કરીને રાત્રી દરમિયાન આ પદયાત્રીઓને અકસ્માત નળવાના પણ ઘણા બનાવો સામે આવે છે. અને કેટલાક પદયાત્રીઓ મોતને પણ ભેટે છે. જે અટકાવી શકાય તે માટે રાજકોટ પોલીસ દ્વારા રાત્રી દરમિયાન ચાલતા પદયાત્રીઓના કપડા તથા સામાન પર રેડિયમ રિફ્લેકટર લગાવવામાં આવે છે. જેથી રાત્રીના અંધારામાં વાહન ચાલકોને આ રેડિયમ રિફ્લેકટર દ્વારા ખ્યાલ આવે કે અહીંયા લોકો ચાલીને જઈ રહ્યા છે જેથી અકસ્માત થતા અટકાવી શકાય.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હોળીના દિવસે કાળીયા ઠાકરને રિઝવવા લાખો પદયાત્રીઓ એક સાથે પહોંચે છે દ્વારકા

રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ હોળીના દિવસે દ્વારકા પહોંચે તે રીતે પોતપોતાના શહેરોમાંથી નીકળે છે. આ પદયાત્રીઓ દરરોજ સરેરાશ 30 km જેટલું અંતર કાપે છે. રાજકોટ થી દ્વારકા પહોંચતા સાત દિવસ જેટલો સમય લાગે છે. જ્યારે અમદાવાદથી દ્વારકા પહોંચતા 14 થી 15 દિવસ જેટલો સમય આ પદયાત્રીઓને લાગે છે. આખા રાજ્યમાંથી માત્ર ભરવાડ સમાજના જ 50 જેટલા સંઘો દ્વારકા પગપાળા જાય છે. આ દરેક સંઘમાં ચારથી પાંચ હજાર જેટલા લોકો હોય છે. દર વર્ષે હોળીના દિવસે પાંચ થી સાત લાખ જેટલા લોકો દ્વારકાધીશના હોળીના દિવસે દર્શન કરે છે. કારણ કે ફાગણી પૂનમના દિવસે કાળીયા ઠાકરના દર્શનનું અનેરૂ મહત્વ છે.

આ પણ વાંચો : Gujarat Budget 2023-24 : જાણો .. ગુજરાત સરકારના 3.01 લાખ કરોડના બજેટમાં કયા વર્ગને શું મળ્યું, કેવો છે વિકાસનો રોડમેપ

g clip-path="url(#clip0_868_265)">