રાજકોટના પડધરી અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વીજળી પડી, કેમેરામાં કેદ થઈ ગઈ

પંચમહાલના ગોધરામાં ઝાડ પર વીજળી પડી હતી જેના કારણે ઝાડમાં આગ લાગી ગઈ હતી. તો આ તરફ સુરેન્દ્રનગરના પાટડીમાં ચક્રવાત સર્જાયું હતું.

રાજકોટના પડધરી અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વીજળી પડી, કેમેરામાં કેદ થઈ ગઈ
lightning captured on camera
TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Jun 27, 2022 | 12:11 PM

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક જિલ્લામાં વીજળી (lightning) પણ પડી. રાજકોટ (Rajkot) ના પડધરી અને દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) ના ખંભાળિયામાં વીજળી પડી હતી જે કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો પંચમહાલ (Panchmahal) ના ગોધરામાં ઝાડ પર વીજળી પડી હતી જેના કારણે ઝાડમાં આગ લાગી ગઈ હતી. તો આ તરફ સુરેન્દ્રનગરના પાટડીમાં ચક્રવાત સર્જાયું હતું જે દ્રશ્યોને પણ સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી લીધા હતા.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તાલુકાના જીવાપર, રોજિયા, વિસામણ હડમતીયા, ધરમપુર સહિતના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં હનુમાન મઢી ચોક નજીક વીજળી પડતા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. નજીકના રહેવાસી પોતાના મોબાઈલ ફોનમાં વરસાદનો વીડિયો રેકોર્ડ કરતા હતા ત્યારે જ વીજળી પડી હતી જે મોબાઈલના કોમોરામાં કેદ થઈ ગઈ હતી.

આ સાથે રાજકોટમાં પણ તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગઇકાલે રાજકોટમાં ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો. આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે આજી નદીમાં નવા નીર આવતાં આજી-2 ડેમના 3 દરવાજા ખોલાયા હતા. જેના કારણે પડધરીના 10 અને ટંકારાના 2 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. આ સાથે નદીની આસપાસ આવેલા ગામડાઓના ગ્રામજનોને નદીના પટ પર ન જવા આદેશ કરવામાં આવ્યો હતો.

પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોધરા સહિત આસપાસના હમીરપુર, લિલેસરા, પોપટપુરા, ધનોલ, ગદૂકપુર, કકુંથાંભલા, નસીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડતી વખતે ગોધરાના દરૂણીયા ગામમાં ખુલ્લા ખેતરમાં ઝાડ પર વીજળી પડી હતી. તાડના ઝાડ પર વિજળી પડતાં ઝાડમાં આગ લાગી હતી. ખુલ્લા ખેતરમાં વીજળી પડતા કોઈ જાનહાની થી નહોતી. પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. સાંજે કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે માત્ર એક કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો.

વઢવાણમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે પવન ફુકાતા બેલીમફળી એરીયામાં વિજપોલ પર શોક સર્કિટ થતાં એરીયાની વિજળી ગુલ થઈ ગઈ હતી. વિજળી ગુલ થતાં અંધારપટ્ટ છવાયો હતો. પાટડી તાલુકાના ગોરીયાવટ ગામ નજીક ચક્રવાટ ત્રાટક્યું હતું. વરસાદી વાતાવરણ અને વાવાઝોડા વચ્ચે સાયકોલોન વાવાઝોડા જેવુ વાતાવરણ સર્જાતા કુદરતી નજારો જોવા મળયો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati