Rajkot: લોકમેળાનું આયોજન તો કર્યું, પરંતુ કોરોનાના વધતા કેસે વધારી તંત્રની ચિંતા

|

Jul 30, 2022 | 9:52 PM

તહેવારમાં લોકો પોતાના વતનમાં બહારથી પણ આવતા હોય છે, તેવા સમયે તેવા આરોગ્ય વિભાગે (Health department) સૌ કોઈને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે રહે તેવી અપીલ કરાવામાં આવી છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઈ છે.

Rajkot: લોકમેળાનું આયોજન તો કર્યું, પરંતુ કોરોનાના વધતા કેસે વધારી તંત્રની ચિંતા
Rajkot: The Lok Mela was organized, but the rising cases of Corona increased the system's concern

Follow us on

એક તરફ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ તહેવારોની (Festive Season) મોસમ જામી રહી છે, ત્યારે આરોગ્ય તંત્ર લોકમેળાના આયોજનને પગલે ચિંતિંત છે. રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં જન્માષ્ટમીનું પર્વ શરૂ થશે અને તેવા સમયે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકમેળા (Lokmela) યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર થશે. લોકમેળામાં લોકો પોતાના વતનમાં બહારથી પણ આવતા હોય છે તેવા સમયે તેવા આરોગ્ય વિભાગે સૌ કોઈને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે કોરોનાના કેસમાં વધારો થયો છે, પરંતુ મોટાભાગના દર્દીઓ સામાન્ય લક્ષણો ધરાવે છે, જોકે તેમ છતાં સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી  કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે  લોકમેળામાં આવતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

જનમેદનીને સાવચેત રહેવા કરાઈ અપીલ

લોકમેળામાં અને તહેવારમાં લોકો પોતાના વતનમાં બહારથી પણ આવતા હોય છે તેવા સમયે તેવા આરોગ્ય વિભાગે (Health department) સૌ કોઈને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે કોરોનાના કેસમાં વધારો થયો છે, પરંતુ મોટાભાગના દર્દીઓ સામાન્ય લક્ષણો ઘરાવે છે જોકે તેમ છતાં સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. વધુ લોકો ભેગા થતા સ્વાભાવિક રીતે જ  વધારે લોક એકબીજાના સંપર્કમાં આવે છે અને કોરોનાનું સંક્રમણ વધવાની બીક રહે છે. માટે તહેવારના માહોલમાં કોરોના પીક ન પકડે તે માટે તંત્ર દ્વારા જાગૃતિ રાખવાની અપીલ કરવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે

જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે  રહે તેવી અપીલ કરાવામાં આવી છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઈ છે. લોકો વેક્સીન ઝડપથી લઈ લે તે માટે મહાનગરપાલિકા દ્વારા રવિવારના દિવસે પણ વેક્સીનેશન ડ્રાઈવ ચાલુ રાખી છે. નોંધનીય છે કે 29 જુલાઈના રોજ કોરોનાના કેસમાં ઉછાળા સાથે નવા 1128 કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં 391, વડોદરામાં 121, મહેસાણામાં 79, સુરત જિલ્લામાં 52, સુરતમાં 52, ગાંધીનગરમાં 51, વડોદરામાં 31, રાજકોટમાં 29, ભરૂચમાં 22, રાજકોટ જિલ્લામાં 22, કેસ નોંધાયા હતા. આથી તંત્ર દ્વારા  લોકોને સતત બૂસ્ટર ડોઝ લેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે.

Next Article